Page Views: 5088

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આકડો ૩ હજારને પાર

કોરોના સંક્રમીતોના કુલ કેસો પૈકી ૧૦૨૩ કેસ તબલીગી જમાતના લોકોના છે.

નવી દિલ્હી-04-04-2020

વિશ્વભરમાં આતંક મચાવનાર કોરોનાના કેસોમાં દિવસેને દિવસે મોટી સંક્યામાં વધારો થઇ રહ્યો છે. દેશમાં પણ આજે ૫૦૦થી વધુ કેસ નોંધાતાની સાથે આંકડો ૩ હજારને પાર થઇ ગયો છે. જયારે આ કોરોના પોઝીટીવ કેસોમાંથી ૧ હજારથી વધુ કેસો તબલીગી જમાતના હોવાનું બહાર આવ્યું છે. આ વાઇરસે દેશમાં ખતરનાક જીવલેણ બીમારીએ દેશમાં ૯૮ લોકોનો ભોગ લીધો છે. અને ૨૦૦ જેટલા લોકો સ્વસ્થ થતા તેને રજા આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં સ્થિતિ ખુબ જ ગંભીર બનતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૫૩૭ કેસ અને ૨૬ના મોત થયા છે. તેમજ દિલ્હીમાં ૪૦૦ કેસ નોંધાયા છે.  દિલ્હી અને મુંબઇના ચાર ડોકટરો અને બે નર્સ બાદ હવે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. અહીં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવતાં ડોકટર્સ અને નર્સીસ સહિતના ૧૦૮ મેડિકલ સ્ટાફને કવારેન્ટાઇન કરી દેવાયા છે. હોસ્પિટલના ૧૦૮ સ્ટાફમાંથી ૮૫ લોકોને ઘરોમાં કવોરેન્ટેઇન કરવામાં આવ્યા છે જયારે ૨૩ અન્ય લોકોને હોસ્પિટલમાં કવોરેન્ટેઇન કરાયા છે. આ લોકોના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. જો કે, હજી સુધી તેમાંથી કોઈ પણ કોરોનાથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ નથી. આજે રાજસ્થાનમાં કુલ ૧૯૮ અને તેલંગાણામાં કુલ ૨૨૯ કેસ કોરોના સંક્રમિત છે. જયારે આ બંને રાજ્યોમાં એક-એકનું મોત થયું છે. જયારે ઉત્તરપ્રદેશમાં કુલ ૧૭૪ સંક્રમિત નોંધાયા છે. જયારે આગ્રામાં પણ સ્થિતિ ચિંતાજનક બની છે. ૪૬ નવા કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવારમાં જોડાયેલા ડોકટર્સ, નર્સીસ અને મેડિકલ સ્ટાફ પણ આ મહામારીની ઝપટમાં આવી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૧ નવા કેસ સામે આવ્યા છે અને ૧૨ લોકોના મોત થયા છે. ૧૮૩ સંક્રમિત લોકોની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દેશમાં ૧.૩૪ લાખ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. ટેસ્ટીંગ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તમામ રાજ્યોને આ માટે આવશ્યક સામગ્રી મોકલવામાં આવી છે. કોરોના સંક્રમીતોના કુલ કેસો પૈકી ૧૦૨૩ કેસ તબલીઘ જમાતના લોકોના છે.