Page Views: 5020

ચેમ્બર પ્રમુખના નામે અજાણ્યાએ ફેક ઇ-મેઇલ આઇ ડી બનાવ્યું

ચેમ્બરના પ્રમુખ —KETAN P. DESAIˆ ના નામથી ફેક ઇ–મેઇલ આઇડી seniorpresident4@gmail.com પરથી આવેલ ઇ–મેઇલને રિપ્લાય નહીં કરવા વિનંતિ

સુરતઃ- 3-4-2020

 ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇ જણાવે છે કે, —KETAN P. DESAIˆ નામ સાથે seniorpresident4@gmail.com કોઇ હેકર્સે ફેક ઇ–મેઇલ આઇડી બનાવ્યો છે. આ ફેક આઇડી પરથી હેકર્સ વિવિધ ઉદ્યોગકારો, સંગઠનો તેમજ ચેમ્બરના સભ્યોને મેઇલ કરીને તેમની માહિતી પડાવવાનો પ્રયાસ કરી રહયો છે એવુ લાગે છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન પી. દેસાઇ દ્વારા આવા કોઇપણ પ્રકારના ઇ–મેઇલ કરવામાં આવ્યા નથી, જેની સર્વે સભ્યોને નોંધ લેવા વિનંતિ છે. ફેક આઇડી seniorpresident4@gmail.com પરથી જો કોઇ તમને ઇ–મેઇલ આવ્યો હોય તો તેના પર રિપ્લાય નહીં આપવા વિનંતી કરવામાં આવે છે. આ અંગે ચેમ્બર દ્વારા પોલીસને ફરિયાદ આપવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.