Page Views: 11270

લોકડાઉનમાં સરકારની હેલ્પલાઈન પર માવા રસિકોનો ઘસારો : “માવો ક્યાંથી મળશે તે માટેની જગ્યા બતાવો.”

છેલ્લા એક અઠવાડિયામાં અમને મળેલા ૬૦૦ કોલમાંથી ૮૦ વ્યસનીઓના

અમદાવાદ-02-04-2020

લોકડાઉનના કારણે સુરત સહીત સમગ્ર રાજ્યમાં તમામ દુકાનો બંધ છે. માત્ર જરૂરીયાતચીજોનું વેચાણ કરતી દુકાનો અને દવાનું દુકાનો જ ખુલ્લી છે. બંધ દુકાનોમાં ખાસ કરીને પાનના ગલ્લાઓ બંધ છે. જેથી પાન-માવાના રસિકોને ખૂબ તકલીફ પડી રહી છે. લોકો પાન-માવા શોધવા અને લેવા માટે લોકો રોડ પર તરકીબો શોધીને ફરી રહ્યા છે. બીજી તરફ આવા વ્યસનીઓના કારણે આ પાન-માવાના ભાવ આસમાને પહોચી ગયા છે. કેટલાક લોકો ગેરકાયદેસર રીતે સિગારેટ તેમજ તમાકુ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. સરકારની હેલ્પલાઈન નબર પર માવા રસિકોનો ઘસારો પૂછ્યું કે “માવો ક્યાંથી મળશે તે માટેની જગ્યા બતાવો.”

લોકડાઉનમાં પાનની દુકાનો બંધ હોવાથી વ્યસનીઓએ દોટ મૂકી છે. આ વ્યસનીઓ પોતાની લતને સંતોષવા માટે ખાખાખોળા કરી રહ્યા છે. પાન-માવા તેમજ બીડી-સિગારેટ શોધવા માટે કેટલાક વ્યસનીઓ દવાખાનાની ફાઈલો લઈને રોડ પર નીકળી રહ્યા છે. અને દુકાનો તેમજ પાન-મસાલા વેચતા લોકોને શોધી પોતાની લતને સંતોષી રહ્યા છે. સુરત સહીત રાજ્યભરમાં લોકડાઉનમાં વ્યસનીઓ તકલીફ અનુભવી રહ્યા છે. જયારે બીજી તરફ આ પાન-માવાનું વેચાણ કરતા લોકો આ સ્થિતિનો પૂરે પૂરો ફાયદો ઉઠાવી રહ્યા છે. જે માવાના સામાન્ય દિવસોમાં ૧૦ થી ૧૨ રૂપિયા લેતા આ લોકો હાલ ૨૦ થી ૨૫ રૂપિયામાં વેચી રહ્યા છે. તેમજ વિમલ જેવી મસાલા પડીકીઓના ભાવમાં પણ ઊછળ જોવા મળી રહ્યો છે. આ કાળાબજાર કરતા લોકો પર પણ પોલીસે લાલ આંખ કરી છે. અને કેટલીક જગ્યાએ ઝડપી લીધા છે. વિદેશથી પરત ફરેલો એક વ્યકિત પણ 'હોમ-કવોરન્ટીન'માં રહેવાના બદલે માવાની શોધમાં ઘરથી ૩ કિમી દૂર પહોંચ્યો હતો, જયાંથી પોલીસે તેને પકડી પાડ્યો હતો. ચેકિંગ દરમિયાન અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટરએ યુવકને સ્પોર્ટ્સ બાઈક પર કીટલી લઈને જતા જોયો હતો. જયારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તે ચા લઈને જઈ રહ્યો છે. જયારે પોલીસે તે ખોલાવતા તેણે તેમાંથી દૂધની કોથળી બહાર કાઢી હતી. કીટલી ખાલી કરતાં તેમાંથી દૂધના બે પેકેટની વચ્ચે ગુટખાના પેકેટ છુપાવીને લઇ જતો હતો.

આ ઓછું હોય તેમ આ વ્યસનીનો સરકારની હેલ્પલાઈનનો ઉપયોગ કરતા થઇ ગયા છે. આ લોકડાઉનની સ્થિતિમાં લોકોને મદદ મળી રહે તે માટે સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જો કે ઘરમાં બેસેલા માવા રસિકો તેનો દુરૂપયોગ કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં અમને મળેલા ૬૦૦ કોલમાંથી ૮૦ વ્યસનીઓના હતા. આ વ્યસનીઓ પૂછી રહ્યા છે કે, 'મહેરબાની કરીને તે જગ્યા વિશે જણાવો, જયાંથી માવા મળી શકે'.  આ હેલ્પલાઈનના કન્વીનર જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સાઈકોલોજિસ્ટ આવા લોકોને યોગાસન અને મેડિટેશન કરવાની સલાહ આપી રહ્યા છે.