Page Views: 64068

ડી માર્ટમાં કામ કરતા બમરોલીના યુવાનને કોરોના પોઝીટીવ આવ્યો

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 11 થઇ

સુરત-1-4-2020
સુરત શહેરમાં આજે સવારે સિંગણપોર વિસ્તારના યુવાનને કોરોનાનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ બપોર પછી બમરોલી વિસ્તારના એક યુવાનનો કોરોના ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. આ યુવાન પાંડેસરા વિસ્તારમાં આવેલા ડિમાર્ટ સ્ટોરમાં કામ કરતો હતો અને તેને ડી માર્ટ ખાતેથી જ ઇન્ફેકશન લાગ્યું હોવાની આશંકા આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં બમરોલીના આ યુવાનને સારવાર માટે મજુરા ગેટ ખાતે આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આજે કોરોનાના બે રિપોર્ટ પોઝીટીવ આવવાને કારણે સુરત શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 11 થઇ ગઇ છે. હજુ પણ છ વ્યક્તિના રિપોર્ટ આવવાના બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે.