Page Views: 13711

કોરોના ઇફેક્ટને કારણે ધોરણ-10-12નું પરિણામ મોડું જાહેર કરાશે

મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોમાં પેપર ચેક કરવાની કામગીરી સ્થગીત કરવામાં આવી

અમદાવાદ-30-3-2020
રાજ્યમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામમાં હાલમાં પેપર ચેક કરવાની કાર્યવાહી મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોમાં સ્થગીત કરી દેવામાં આવી છે. જેના કારણે આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડ એક્ઝામનું રીઝલ્ટ મોડું જાહેર કરવામાં આવશે. સંભવતઃ આગામી 1લી એપ્રિલના રોજથી પેપર ચેક કરવાનું શરૂ કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. હાલ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે, જેના કારણે ચાલું વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામમાં થોડું મોડું થઈ શકે છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ ડી.એસ.પટેલે એક પરીપત્ર જાહેર કરી અને મુલ્યાંકન કેન્દ્રના નિયામકને આ નિર્ણય અંગેની જાણકારી આપી છે. અગાઉ 21-3-2020થી 31-3-2020 સુધી બોર્ડના પેપરની મુલ્યાંકનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સરકારે લૉકડાઉનના પગલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ સરકારે મુલ્યાંકન કેંદ્રો બંધ રાખી અને કેંદ્રો પર આગ, પાણી, ઉધઈ વગેરેથી કોઇ નુકશાન ન થાય તેવુ ધ્યાન રાખવુ જરૂરી પોલીસ પ્રોટેકશન પણ રાખવા આદેશ આપ્યો છે.