Page Views: 4546

રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ નાગરિકોને મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરાઈ

ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ૨૪ x ૭ સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત : હેલ્પલાઇન ૧૦૭૦ – ૦૭૯-ર૩ર૫૧૯૦૦ પર નાગરિકો સંપર્ક સાધી શકશે

સુરત-26-03-2020

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. 

ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે. રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક ૨૪ x ૭ સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 

આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.