Page Views: 5643

શહેરના ઉદ્યોગકારો લોકડાઉનના સમયમાં સુરત શહેર વિધવા બહેનો, સિનિયર સિટીઝન્સ અને જરૂરિયાતમંદ લોકોની વ્હારે

સાંસદ સી.આર. પાટિલની આગેવાની હેઠળ ચોખાની કિટ તૈયાર કરીને વિતરણ શરૂ કરવામાં આવ્યું

સુરત-26-03-2020

કોરોના વાઈરસની હાલની પરિસ્થિતિને પહોંચી વળવા દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન સુરત શહેર અને નવસારી જિલ્લાના વિધવા બહેનો, સિનિયર સિટીઝન્સ અને જરૂરિયાતમંદ લોકોને જીવન નિર્વાહ માટે મુશ્કેલી વેઠવી ન પડે તેવા ઉમદા હેતુથી સાંસદશ્રી સી.આર. પાટિલની આગેવાનીમાં સુરતના ઉદ્યોગકારો જરૂરિયાતમંદ લોકોની વ્હારે આવ્યા છે. જેમાં ત્રણ કિલો ચોખાની એક એવી ૫૦ હજારથી વધારે ચોખાની કિટ તૈયાર કરીને વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

ચોખાની કિટ માટે યોગદાન આપનારા ઉદ્યોગકારો-પ્રતિનિધિઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શ્રી હેમંતભાઇ દેસાઇ દ્વારા ૨૫ હજાર કીટ, રૂપા ડાઇંગનાં શ્રી સુરેશભાઇ અગ્રવાલ દ્વારા પાંચ હજાર કીટ, પ્રતિભા ગૃપના શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી દ્વારા પાંચ હજાર કીટ, લક્ષ્મીપતિ ગૃપના શ્રી સંજયભાઇ સરાવગી દ્વારા પાંચ હજાર કીટ, શ્રી રાજેશભાઇ જુનેજા દ્વારા એક હજાર કીટ, રૂપા ડાઇંગના શ્રીમતી સુધાબેન અગ્રવાલ દ્વારા એક હજાર કીટ, બિલ્ડરશ્રી સાગરભાઇ દ્વારા પાંચ હજાર કીટ, મહાવીર હોસ્પિટલના ચેર પર્સન શ્રીમતી રૂપાબેન મહેતા દ્વારા પાંચ હજાર કીટ, શ્રી વિશાલભાઇ સાંવરપ્રસાદજી બુધિયા દ્વારા પાંચ હજાર કીટનો ફાળો આપવામાં આવ્યો છે. આ કાર્યમાં માઇલસ્ટોન ગૃપના શ્રી રાજુભાઇ શાહ, ધી ઇવોલ્યુશનના શ્રી વિજયભાઇ અને શ્રી ક્રિષ્ણકાંતભાઇ, રઘુવીર બિલ્ડરના શ્રી શિવલાલભાઇ, સમર્થ બિલ્ડરના શ્રી અરૂણભાઇ શામજીભાઇ પટેલ, હેપ્પી હોમના શ્રી મુકેશભાઇ પટેલ પણ સહયોગી બન્યા છે.