Page Views: 6500

કોરોના સામે લડવાની સાથે સેવાકીય કામગીરી કરવા ઇચ્છતાં સેવાભાવી સંસ્થાઓ, સમાજસેવકો મનપા સાથે જોડાઈ શકશે

દવા-માસ્ક-સેનિટાઈઝર, મેડિકલ સાધનો અને મેડિકલ સ્ટાફ માટેની કામગીરી માટે સેવાભાવી સંસ્થાઓ, સમાજસેવકોને તક

સુરત-26-03-2020

વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં તમામ શહેરીજનો, સેવાભાવી સંસ્થાઓ સ્થાનિક તંત્ર દ્વારા થતી કામગીરીમાં મદદરૂપ થવા ઇચ્છતાં હોય અને શહેરીજનોની આરોગ્ય સુખાકારી માટેની સેવાકીય કામગીરી કરવા માંગતા હોય તેમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યપાલક ઈજનેર શ્રી અક્ષય પંડયાના સીધા નિયંત્રણ હેઠળ કોમન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે સંદર્ભે સેવાભાવી સંસ્થાઓ, સમાજસેવકો નીચે જણાવ્યા મૂજબની સેવાઓ માટે આપેલા નંબરો ઉપર સંપર્ક કરવા વિનંતી છે. દવા-માસ્ક-સેનિટાઈઝરની કામગીરી માટે શ્રી એ. એ. મુલ્લા (ડે.ઈજનેર, મો. ૯૭૨૪૩ ૪૫૪૦૮), મેડિકલ સાધનો માટે શ્રી ઉમંગ નાયક (ડે.ઇજનેર, મો. ૯૮૯૮૬ ૩૧૦૨૨), મેડિકલ સ્ટાફ માટે શ્રી હસમુખ સોની (ડે.ઈજનેર, મો.૯૭૨૪૩ ૪૪૯૨૫), અનાજ, કઠોળ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે શ્રી આર.સી.પટેલ, (પર્સોનલ ઓફિસર, મો. ૯૭૨૪૩ ૪૫૫૬૦) અને નાણાકીય સહાય (ફક્ત ચેક, ઈ-પેમેન્ટ માટે શ્રી બિપીન મોદી (ડે. એકાઉન્ટન્ટ, મો.૯૭૨૭૪ ૨૧૪૦૨) નો સંપર્ક કરવા જણાવાયું છે.