Page Views: 9108

કોરોના મામલે અમેરિકન કંપનીએ ચાઇના ગવર્નમેન્ટ પર 20 ટ્રિલિયન ડોલરનો દાવો માંડ્યો

ચાઇના દ્વારા ઇરાદા પુર્વક આ વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવ્યાનો આરોપ

ન્યૂયોર્ક-26-3-2020

વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વની માનવ જાત પર ખતરો પેદા થયો છે. દૂનિયાના દેશો આર્થિક રીતે પાયમાલ થઇ રહ્યા છે અને હવે મોટા ભાગના દેશો એ માનતા થઇ ગયા છે કે, ચીન દ્વારા આ જૈવિક હથિયારનો ઉપયોગ સમગ્ર વિશ્વની માનવ જાત અને આર્થિક સત્તાને તહેસ નહેસ કરવા માટે કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં કોરોના વાયરસનાં પ્રકોપને જોતા અમેરિકાની એક કંપનીએ ચીન સરકાર પર 20 ટ્રિલિયન ડૉલરનો દાવો માંડ્યો છે. આ કંપનીનો આરોપ છે કે ચીને આ વાયરસનો ફેલાવો એક જૈવિક હથિયાર તરીકે કર્યો છે. અમેરિકાનાં ટેક્સાસની કંપની બઝ ફોટોઝ, વકીલ લૈરી ક્લેમૈન અને સંસ્થા ફ્રીડમ વોચે મળીને ચીન સરકાર, ચીની સેના, વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઑફ વાયરોલોજી, વુહાન ઇન્સ્ટીટ્યૂટનાં ડાયરેક્ટર શી ઝેનગ્લી અને ચીની સેનાનાં મેજર જનરલ છેન વેઈની વિરુદ્ધ દાવો માંડ્યો છે. દાવો માંડનારાઓઓએ કહ્યું કે, “ચીની વહીવટી તંત્ર એક જૈવિક હથિયાર તૈયાર કરી રહ્યું છે, જેના કારણથી આ વાયરસ ફેલાય છે અને આ કારણે તેમણે 20 ટ્રિલિયન ડૉલરનું વળતર માંગ્યું છે.” આટલું તો ચીનનું જીડીપી પણ નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે ચીને હકીકતમાં અમેરિકી નાગરિકોને મારવાનું અને બીમાર કરવાનું ષડયંત્ર રચ્યું છે. તેમનો આરોપ છે કે, “વુહાન વાયરોલોજી ઇન્સ્ટીટ્યૂટ દ્વારા આ વાયરસ જાણી જોઇને છોડવામાં આવ્યો છે. ચીને કોરોના વાયરસનું નિર્માણ મોટી સંખ્યામાં જનસંહાર કરવા માટે કર્યું છે.” તેમણે કહ્યું કે, “જૈવિક હથિયારોને 1925માં જ ગેરકાયદેસર જાહેર કરી દેવામાં આવ્યા છે અને આને જનસંહારનાં આતંકી હથિયાર તરીકે જોઇ શકાય છે.” અમેરિકી કંપનીએ આ વિશે મીડિયામાં આવેલા અનેક સમાચારોને આધાર બનાવતા કહ્યું કે, “ચીનમાં ફક્ત એક માઇક્રોબાયોલોજી લેબ વુહાનમાં છે જે નોવેલ કોરોના જેવા અત્યાધુનિક વાયરસને પહોંચી વળી શકે છે. ચીને કોરોના વાયરસ વિશે આના નિવેદનોને રાષ્ટ્રિય સુરક્ષા પ્રોટોકોલનું બહાનું બનાવીને છુપાવ્યા છે. કંપની દ્વારા એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે, ચાઇના પાસે આ કેમિકલ વેપનનો કંટ્રોલ છે અને તેના કારણે જ તેના ગણતરીના શહેરોના વૃધ્ધ લોકો જ તેનો શિકાર બન્યા છે. જ્યારે બેઇજીંગ જેવા શહેરોને આ મહામારીથી બચાવી લેવામાં આવ્યા છે.