Page Views: 3648

સાહિત્ય સાંનિધ્ય ગ્રુપ ચિત્ર સ્પર્ધા વિષય 49નું પરિણામ

મીરાં સરીખો પ્યાર માંગું છું શમણે ખરો સંસાર માંગું છું

વાપી-નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા

જાણીતા વોટસએપ ગ્રુપ સાહિત્ય સાનિધ્ય દ્વારા ચિત્ર સ્પર્ધા 49નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મીરાંબાઇના ચિત્ર ઉપર રચનાઓ લખવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ રચનાકારોની રચનાઓ સુંદર હતી. નિર્ણયાકશ્રીઓ દ્વારા આ રચનાઓને ક્રમબધ્ધ રીતે વિજેતા જાહેર કરવામાં આવી છે. તો આવો માણો વિજેતા રચનાઓ...

 

1⃣પ્રફુલ્લા પ્રસન્ના

         મીરાં ના પ્રભુ

 

મીરાં જેવી ભક્તિ ક્યાં છે?!

મીરાં જેટલી લગની ક્યાં છે?!

કેવી લગન અને કેવી મગ્નતા!

ગિરધર સિવાય બીજું નામ ક્યાં છે?

 

કૃષ્ણની મોરલીએ મોહી

તંબુરાના છેડયા તાર

મીરાં નામની દિવાનીએ

છોડ્યા સઘળા સાજ શણગાર

 

ઓઢી લીધી કામળી કાળી

સગા વ્હાલા ને છોડ્યો સંસાર

વિજોગણ મટી જોગણ  બની

કૃષ્ણની એ પાગલ દિવાની બની

 

ગીરધરના દર્શનને કાજે

જીવન આખું ધરી દીધું.

કૃષ્ણના ચરણે મૂકી માથું

જીવન આખું અર્પી દીધું

 

કૃષ્ણની  તો બની ગઈ દાસી.

રાણા ને રાજપાટ સઘળું છોડ્યું

આંખોમાં આંસુની સાથે

ગિરધરને મીરાં મનોમન વરી.

 

આંખોમાં પ્રભુ દર્શનના ભાવ

હૈયામાં ગિરધરનું નામ

આખો સંસાર ખારો લાગ્યો

કૃષ્ણ વસે બસ એક મનમાં.

 

રાણાએ આપ્યા ઝેર હળાહળ

કૃષ્ણએ પીધા એ હળાહળ

રાખી મીરાંની  લાજ પ્રભુએ

જીતી ગઈ શ્રદ્ધા મીરાંની અદ્ભૂત

 

પ્રફુલ્લા"પ્રસન્ના

અમદાવાદ

 

1⃣કોકિલાબેન રાજગોર

            બનું મીરાં

 

કાન આવે તું... બનું મીંરાં.

જ્ઞાન આપે તું... બનું મીંરાં.

હું નથી નરસિંહ કે રાધા..

ચાહ આપે તું... બનું મીંરાં.

તાનપૂરો લઈ હવે થાકી..

રાહ આપે તું... બનું મીંરાં.

કેટલા ગાયા ભજન તારા..

રંગ આપે તું... બનું મીંરાં.

રાજ પાટે મેં હવે છોડ્યા..

સંગ આપે તું... બનું મીંરાં.

ચાહમાં હું ભાન ભૂલી પણ..

આશ આપે તું... બનું મીંરાં.

ઝેર પીધાં કોકિલા એ... જો

શ્વાસ આપે તું... બનું મીંરાં..

કાન આવે તું... બનું મીંરાં.

જ્ઞાન આપે તું... બનું મીંરાં..

 

કોકિલા રાજગોર

ભીવંડી થાના

 

1⃣શૈલેષ પંડ્યા

 

મનમાં વસે જો મીરા,

પ્રેમી પ્રભુના થઈ જવાના હોય રંક કે નબીરા!

 

પ્રિતની કરતાલ હાથમાં, સ્નેહનો તંબૂરો,

એક ઝાટકે થઈ જવાનો ભવોભવનો ફેરો પુરો,

 

માધવ કાજે તારે થવાનું ખુદ નરસિંહ કે કબીરા,

પ્રેમી પ્રભુના થઈ જવાના હોય રંક કે નબીરા  !

 

 

માળા, મોતી, ચંદન તીલક ક્યાં રહેશે તારા ખપનું?

ઓગળશે અંધકાર જાતનો ઝળહળ થાશે સપનું,

 

મનનાં મેવાડ તણા પછી થઈ જાશે લીરેલીરા,

પ્રેમી પ્રભુના થઈ જવાના હોય રંક કે નબીરા  !

 

 

મનમાં વસે જો મીરા,

પ્રેમી પ્રભુના થઈ જવાના હોય રંક કે નબીરા!

 

શૈલેષ પંડ્યા..... નિશેષ...

 

1⃣દેવીબેન વ્યાસ

 

ગાગાલગા ગાગાલગા ગાગા

 

મીરાં સરીખો પ્યાર માંગું છું

શમણે ખરો સંસાર માંગું છું

 

દુનિયા ફરી પણ હાથ ખાલી લઇ

ચાહેલ દિલનો તાર માંગું છું

 

તારા વિનાની કલ્પના સૂની

રાધા સમો ઓથાર માંગું છું

 

રાખી રટણ નિશદિન ફરું એવો

તંબૂરનો આધાર માંગું છું

 

હૈયે ઉગાડી નામ તારું ને

અંતર સુધી શણગાર માંગું છું

 

આવે અમી કે ઝેરના પ્યાલા

કૃષ્ણા તણી સરકાર માંગું છું

 

ખોઈ જગે એ સાન હુંકારી

ને પ્રેમનો સંચાર માંગું છું

 

છે શ્યામનું દિલમાં વરણ મીઠું

શ્વાસે વણેલો હાર માંગું છું

 

સંતો તણી સંગે ફરી માણું

એ પ્રેમનો અવતાર માંગું છું

 

દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

 

1⃣જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી

 

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી,

જગત જનની,હિત કરણી, જીવને ખુદમાં ધારણ કરનારી.

 

પ્રેમ લઈને મીરા ઘર ઘર જાયે,,

રાણાનું ઝેર પણ પ્રેમે ઘટકાવે.

પ્રેમ કહાની અગમ અગોચર,અલગ અને અલગારી.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

રાધા રાધા ,શ્યામ હરપળ કરે ને,

હૈયે રાધા નામ શ્યામ કાયમી ધરે ને.

રાધિકા પળપળ યાદ કરે બંસી ને મોરપંખધારી.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

દાનવ પણ જ્યાં સહેજેય ના ફાવે,

સીતાજી એકલા ,રાવણને હંફાવે.

પરમ પ્રેમ સાથે ને સદા પતિવ્રતધારી.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

નારીનું જ્યારે જ્યાં અપમાન થયું છે,

સમય સાથે એને પણ ભાન થયું છે.

સમય આવે એ બને છે ત્રિશૂળધારી.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

પ્રેમથી અને એ હકથી ઇશને પણ બોલાવે,

શ્યામ સમીપ પોકારે દોડીને આવે.

મદદે આવે જો હોય સખા મોરારિ.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

લાલ કરી આંખ દુશ્મનને દોડાવે,

મનુની તલવારે શત્રુ શીશ નમાવે.

ઢાલ બની ને સદા ઉભી રહેનારી.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

આ પાર શું પેલે પાર પણ જોઈ લે,

માણસની તે આરપાર પણ જોઈ લે.

આમ સહજ, સરળ ને વળી અણધારી.

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી.

 

નારી સદા હિતકારી, નારી તો કલ્યાણી,નારી સદા હિતકારી,

જગત જનની,હિત કરણી, જીવને ખુદમાં ધારણ કરનારી.

 

જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

 

2⃣મીરા ડી વ્યાસ

              મીરા. ...

 

જ્યારથી જોડીછે પ્રિત

મારા હરિવર સાથે,

ત્યારથી દુનિયા ભરના તમામ ભૌતિક સુખ સાહ્યબી મીરા મન તુચ્છ સાબિત થશે, ....

છોડી રાણા તણા મહેલ જન્મો જન્મ ના બંધને બંધાવવા ચાલી નીકળી મીરા. ..

હાથમાં લઈ એકતારો, ...

રાણા એ મોકલેલ વિષ નાં પ્યાલા પણ પી ગયેલ મીરા, ...  .

નેં વિષ નેં પણ અમૃત બનાવ્યા હરિવરે,  ..

એવી આત્મા રૂપી પ્રેમ સગાઈ જોડી હરિવર હારે, ...ગિરધર ગીત ગાતી ફરે શ્યામ તણા ફરી ગલી ગલી, ...

 

મીરા ડી વ્યાસ

રાજકોટ

 

 

2⃣રાગિની શુકલ.

       

શબ્દના મોતી પરોવીને સજાવી છું ...

મખમલી ફૂલમાં જબોળીને લાગણીને,

શબ્દ સેતૂ શબ્દ સાખીએ અનંતની લાગણીને.....

ને હું એ કરુ મીરાની જેમ પૂજા.

   શબ્દના ખેતરને ખેડીને સૃષ્ટીમાં..

હ્દયના ઉમળકાને મખમલી શબ્દોને લાગણીના સથવારો મળે ત્યારે સુંદર બનતું હોય છે.

લાગણીનો શણગાર સાપડે તો તેનો નિખાર ઓર વધે છે...

ને એ લાગણી લાગણીમાં હું બોલાવું પ્રેમ થી કાના તને.

 લાગણીઓની ઉમિૅ થી મારા મનભરનો આનંદ છે....

પોતાની સાથે તે વાતચીત કરે ને કયારેક હૈયેથી હોઠે.

 અને શબ્દનાં માધ્યમથી કલમ દ્રૃારા લખવાની કોશીશ કરી છે....

     મારી લાગણીઓની ચાહ એવી કાના તને પુકારુ ને તું દોડતો આવે..

 મારી ચાહ માં પણ આહ જેવું શું છે કે મારાની જેમ હું કરુ પ્રેમ?

લાગણી સંબંધમાં કચાશ જેવું શું હશે?

જગત બડું પ્યારુ છે..

પણ મારા માટે ન્યારુ છે .

પીધા વીશ મેં તો પ્યાલે પ્યાલે..

ને હાથ ધરવા આવે કાના તું મુજનો..

જિંદગીની સાંજ નો કાળોખ તો ઘેરો થયો,

તોય ઘેલી હું  લાગણી માં ખેચાણી હું.

શબ્દને કોરી ને લાગણી ભીતરે સરતા ગયા,

શબ્દની સરવાણીમાં મધુમાસ જેવું શું હશે?

જે સંબધો ને પોતિકા. માનીને હુંફાળા કયાૅ,

એ મુલાયમ લાગણીમાં ફાંસ જેવું શું હશે?

જયાં પ્રણય- ત્રિકોણ ત્યાં સંબંધ. ભાગાકારના,

સ્નેહના વતૃળમાં પણ વ્યાસ જેવું શું હશે?

કોલ સામે કોલ આપી જિદંગીભર ઝૂરતાં,

પ્રેમીઓમાં અાપસી વિશ્ર્વાસ જેવું શું હશે?

કાના..

મન મુજબનું મેળવી ઘર, વર- બધું ગમતું કયુૅ!

તોય જીવનમાં લાગણીને પ્યાર જેવું શું હશે?

કળિયુગ છે જગમાં..

કાન ગોપી ભાન ભૂલી એકરૂપ થઇને ઝૂમ્યાં,

રાધિકાની કુંજગલીમાં રાસ જેવું શું હશે ?..

જયારે મેંતો લીધો એકતારો તારા નામનો...

કોઈ દિવસ લેજે સંભાળ મારી...

હું તો જોગન તારી...

        

રાગીની શુકલ...

    કાંદિવલી( મુંબઇ)...

 

 

2⃣હરસુખભાઈ સુખાનંદી

            મીરાં

               

રામ સાગરના તારને તાણે મીરાં,

ભજનમાં હરિ દર્શનને માણે મીરાં.

રાણાએ આપ્યો એ ઝેરનો કટોરો 

ને અમૃત માનીને ઘટ ઘટાવે મીરાં.

વરી ચૂકી છે એ મનથી શ્રીકૃષ્ણને,

શૃંગાર ત્યજી વૈરાગી વેશને ધારે મીરાં.

ના ધન સંપત્તિ; ના વૈભવ; ના મુક્તિ,

હરિનું ભજન ભવો ભવ માગે મીરાં,

પદ ને ભજનમાં સખા ભાવ નિતરે,

જીવન ભર માધવ ભાવને પાળે મીરાં.

સંસારમાં માનવને નડતા એ ષડ્રિપૂને,

હરિ ભજનના પરદે તો ખાળે મીરાં.

 

હરસુખ ભાઈ સુખાનંદી સીતારામ

 

2⃣કુંતલ ભટ્ટ

        મીરાં - માધવ

 

શોધે હર પોકારે મીરાં તમને ઓ માધવ! તમે  કયાં?*

 હમણાં તો સાથે હતાં તમે  ને હમણાં જ ખોવાયાં કયાં?

એકતારે મૂક્યું મેં જીવતર મારું રૂપ રજવાડું જાણે ક્યાં ?

ચારે દિશાએ તુજને ખોજું, બચ્યાં ખૂણાઓયે ક્યાં ?

માધવ તેં  આંખો મીંચી રાધે નિરખવા, દીઠી મીરાં ક્યાં ?

મીરાં ભજે હર ક્ષણે તુજને એવા નસીબ રાધાના ક્યાં?

આખરે થાકી મીરાં એ અંતરમન ટટોળ્યું ,મળ્યા માધવ ત્યાં.

કુંતલ ભટ્ટ " કુલ"

    સુરત

 

2⃣રીતેશ ચંદે

 

માધવને મેળવવા હોય મીરાં બની જવું પડે છે.

જોઇ લો ઈતિહાસ રાધાને પણ કયાં પૂર્ણ કૃષ્ણ મળેલાં છે ?

 

રીતેશ ચંદે  (દિવાના)

ભુજ કચ્છ.

 

3⃣જે. એન. પટેલ

         કાનો દોડે...

 

મુરલી  માટે  મીરા  દોડે..

વાંસળી વાગે રાધા દોડે...

 

ગ્વાલો કાજે મટકી ફોડે..

વેણું  નાદે  ગૌધન  દોડે..

 

દુશ્મનના ત્યાં ડગલા ડોલે..

ગીતા સાંભળી અર્જુન દોડે...

 

સ્વપ્નોને સાકારિત કરવા..

સંગ  હરિશના સત્યો દોડે...

 

ચારણ કન્યા હાકલ પાડે..

કહેવાતો  એ  રાજા  દોડે...

 

વામન જ્યાંરે ડગલું માંડે..

ત્રિલોક બલી  છોડી દોડે...

 

અવતારો અવતરવા કાજે..

ભારત  માઁ  ની  કોખે  દોડે...

 

વાણીને સાંભળવા મારી..

મંદિર  મેલી  કાનો  દોડે...

 

આવ્યો છે સુદામાં આંગણે..

જાણી નાથ "જગત"નો દોડે...jn

 

જે. એન. પટેલ (જગત)

રખિયાલ

 

3⃣મનોજકુમાર પંચાલ

 

ઉડાડું આકાશમાં ગુલાલની છોળો,

આજે આવ્યા  પ્રભુ મારા ઘર પર.... ઉડાડું આકાશમાં..

 

વાદળી બનીને વરસી જાઉં પ્રભુ પર,

નીકળ્યા નગરચર્યા પધારવા ઘર પર... ઉડાડું આકાશમાં...

 

સજાવીને રાખું મોહન શેરી ને ઘરબાર,

પાડો પાવન બે પગલાં મારા ઘર પર... ઉડાડું આકાશમાં...

 

દિવાની થઈને આમંત્રુ સઘળી દુનિયા,

 છપ્પનભોગ ને પાન ધરાવું ઘર પર... ઉડાડું આકાશમાં....

 

લોકો કહે મને મીરાં કે રાધા જગમાં,

ભક્તિનો ગુલાલ લગાડી દે ઘર પર... ઉડાડું આકાશમાં..

                 

મનોજકુમાર પંચાલ   'મન'

      પાલનપુર

 

3⃣કિરીટ ત્રિવેદી

 

વિષ રસપાન કરે મીરા એ માત્ર જાણવા માટે જ

કંઠે રસરાજ ધર્યો તો એ છે તો ક્ષેમ કુશળ જ

 

રાધા કરે ઝેર જીવતર આયખુ કરે ઓળઘોળ  એટલે જ

એનું મારણ જાણે પેલો નાગ દમન કરનાર ગોવિંદ જ 

 

ગોપીઓના વસ્ત્રા હરણે એ કદમ ડાળે હોય બાલ મુકુંદ જ

તો ચીર પુરતો પાંચાલીના કુરૂ સભાએ  કાનુડો વીર હોય જ

 

રૂકમણી પામે ભલે  પટરાણી પદ દ્રારિકાના મહેલે જ

કાન્હાના હૈયે તો તોય બિરાજે એ હોય  રાધા રાણી જ

 

યમુનાનું કરે પાણી ગ્રહણ એટલે એ નંદ નંદન જ

પાછો કુબજાને પણ એ સ્વિકારતો  મધુરાધી પતિ  જ

 

છે સહજ સત્ય સ્મિત સહ સ્વિકાર ભાવ મીરાં એ યાદ

ઝેરનું મારણ જ અઢી અક્ષરે કાં મીરાં કાં પ્રેમ કાં કૃષ્ણ

 

KIRIT TRIVEDI સ્મિત.... સૂરત...

 

3⃣ચેતના ગણાત્રા

          મીરાં ..

 

ભક્તિએ ભવ્ય ભેખ ધારણ કર્યા,

'મીરાં'ના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા

ઝેરના કટોરા બેઅસર થઈ ગયા.

કૃષ્ણભક્ત ભવ્ય અમરત્વ પામ્યા.

 

ભવ્યતા આ કેવી પરમશ્રદ્ધાની,

કૃષ્ણપ્રેમની ભવ્ય ભક્તાણી, 

ભજન ગાયા બનીને મસ્તાની,

દુનિયા કહે ભલે ને પ્રેમદીવાની.

 

હાથમાં એકતારો ને પગમાં ઘુંઘરુ,

હૈયે શ્યામનું નામ ભવ્ય મઘુરૂં,

પ્રેમરાગમાં ભાવની ભવ્યતા ભરું  

જોગણ બનીને એકજ ધ્યાન ધરું

 

ભક્તિની ભવ્ય શક્તિ અનમોલ,

કોઈ ભવ્યતા ના આવે મીરાંની તોલ.

 

ચેતના ગણાત્રા 'ચેતુ'

મુંબઈ

 

3⃣અંજના ગાંધીમીરાં

 

વેદનાંઓ ભરેલા જીવનને મુખ જાણે સાંજ ભીની વરસાદી,

પરિશુધ્ધ દેહ તમારો મીરાં, અભિરામ નેત્રો એતો કૃષ્ણ દર્શનની પ્યાસી,

કોઈ કહે કુલ કલંકિત મીરાં,

પર મીરાં એ તો પ્રભુ દર્શન કી અભિલાષી..

 

ભૂલી ખુદ નાં અસ્તિત્વને મેવાડના ઈતિહાસમાં,

જાત પર જાણે કેસર  તિલક કરી કૃષ્ણ તારા નામનાં,

ખોટાં સંબંધોની સાંકળ તોડીને પહેર્યા ઝાંઝર પ્રભુ જી ઝણકારનાં..

 

ભારતની શેરીઓ ગજાવી મૂકી તમે લોકલાજનાં તોડી ઘુંઘર,

હાથમાં ધરીને એકતારો ને ચૌદ ભુવનને  કરતાં ઉજાગર..

બાઈ મીરાં તારો એકતારો  વાગે,

ને કૃષ્ણ ભજનની ધૂન જાગે..

ભજનમાં, લયમાં, સૂર અને તાલમાં બસ, એક તારા કાન્હાની નામ ધૂન જાગે..

 

અંજના ગાંધી "મૌનું"

વડોદરા

 

વિશેષ રચના:-અલ્પા વસા

 

નિર્ણાયકની રચના:-

છંદ -

(ગાલગાગા × ગાલગાગા × ગાલગાગા ×ગાલગા)

 

વાત મારી સાવ સાદી પણ પચાવી  નહિ શકો,

રેતમાં નૌકા હલેસાંથી ચલાવી નહિ શકો.

 

હું સ્વભાવે શ્યામ જેવો, આમ પણ ક્યાંથી હવે?

એમ રાધાને કે મીરાંને નચાવી નહિ શકો.

 

રાસ વૃંદાવન મહીં, આ લાગણીઓનો રચી,

આ રિસાતી વેદનાઓને મનાવી નહિ શકો.

 

કેમ મારા દ્વાર પર રોકાય ના થોડી ખુશી?

આવશે વાવડ! સ્વયં શું આપ આવી નહિ શકો?

 

લાખ કોશિષો ગઝલમાં "નીત"તું કરશે છતાં,

કામનાઓના હવે ઉભરા શમાવી નહિ શકો.

 

નીત ભટ્ટ

    હિંમતનગર