Page Views: 2494

રાજકોટમાં વધુ એક પોઝીટીવ કેસ સાથે રાજ્યમાં કોરોનાના કુલ ૩૯ કેસ થયા

૧૦૪ નંબર પર ૨૦ હજારથી વધુ કોલ આવ્યા : ગુજરાતમાં ૧.૭૬ લાખની સર્વેની કામગીરી કરવામાં આવી

ગાંધીનગર-25-03-2020

વિશ્વભરના દેશોમાં કોરોનાનો કહેર ફેલાયેલો છે. આજે ગુજરાતમાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૯ નોંધાઈ છે. આજે વધુ ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે આજે સચિવાલય ખાતે આરોગ્ય વિભાગ અગ્રસચિવ જયંત રવિએ જણાવ્યું હતું કે હાઇપાવર કમિટિની દરરોજ બેઠક મળશે અને દિવસ દરમિયાનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ૪ પોઝીટીવ કેસના ઉમેરા સાથે કોરોનાના કુલ ૩૯ દર્દીઓ થયા છે.

વડાપ્રધાને ૨૧ દિવસ માટે લોકડાઉન કરવાની જાહેરાતના પગલે મુખ્ય સચિવ અનિલ મુકીમે દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવ સાથે  વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી છે. જ્યારે કોરોના વાઇરસને લઈને કરવામાં આવેલ કામગીરી અંગે આરોગ્ય વિભાગના અગ્રસચિવએ જણાવ્યું હતું. આજે સાંજ   સુધીમાં કુલ ૩૯ પોઝીટીવ કેસ થયા છે. જેમાં અમદાવાદના ૧૪, સુરતમાં ૭, રાજકોટમાં ૪, ગાંધીનગર ૬, વડોદરા ૭ અને કચ્છના ૧ કેસનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગતરોજ મોડી સાંજે મળેલ બેઠકમાં 'મુખ્યમંત્રી કોરોના' ફંડ ઉભો કરવાની મુખ્યમંત્રી દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ કોરોન્ટાઇલના ભંગ બાબતે ૧૪૭ સામે ફરીયાદ કરવામાં આવી છે. ગુજરાતમાં ૧,૭૬,૨૧૨ ની સર્વેની કામગીરી કરવામાં આવી છે. ૧૦૪ નંબર પર ૨૦,૦૦૦થી વધુ કોલ આવ્યા છે.