Page Views: 14096

સુરતમાં કોરોનાનો વધુ એક પોઝીટીવ કેસ મળ્યો

પરવત ગામમાં રહેતા વૃધ્ધને કોરોના પોઝીટીવ આવતા સારવાર હેઠળ

સુરત-25-3-2020
સમગ્ર શહેરમાં કોરોનાના ભયથી લોકો થથરી રહ્યા છે ત્યારે સુરત શહેરમાંથી આજે વધુ એક કોરોનાનો પોઝીટીવ કેસ મળી આવ્યો છે. શહેરના પરવત પાટીયા વિસ્તારમાં રહેતા એક વૃધ્ધને શંકાસ્પદ કોરોના હોવાથી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ રિપોર્ટ આવી જતા પરવત ગામના આ વૃધ્ધને કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું છે. વૃધ્ધને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોના તેમજ છેલ્લા પંદર દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ સતર્ક કરીને તેમના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને તેમને હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે.