Page Views: 5445

કડક લોકડાઉનના અમલને પગલે શહેરના રસ્તાઓ ખાલીખમ

પોલીસ દ્વારા કડક હાથે કામ લઇ લોકોને દંડ કરવાની સાથે વાહનો પણ ડીટેઈન કર્યા

સુરત-24-03-2020

સૌપ્રથમ ચીનમાં દેખા દેનાર જીવલેણ કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાય રહ્યો છે અને વિશ્વના મોટા ભાગના દેશ કોરોના વાયરસની ચપેટમાં ૩ લાખથી વધુ લોકો આવી ગયા છે. અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ૧૬ હજાર લોકોને ભરખી ગયો છે. તેવા સંજોગોમાં વિશ્વના મોટા ભાગના દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે શક્ય એટલા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના માટે મોટા ભાગના દેશો દ્વારા જ્યાં-જ્યાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. 

ત્યારે વાઈરસથી સાવચેતીના ભાગરૂપે સરકાર દ્વારા ૩૧મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેને પગલે આજે સુરત સહીત ગુજરાતભરમાં તેનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. લોકો સેરસપાટા કરવા નીકળી ન પડે તે માટેની તકેદારી દેવામાં આવી રહી છે. જયારે કામ વગર નીકળેલા લોકોને પોલીસ દ્વારા રોકીને દંડવામાં આવી રહ્યા છે. જયારે આજે લોકડાઉનને પગલે સમગ્ર વિસ્તારો ખાલી ખમ જોવા મળ્યા હતા. માત્ર એકલ દોકલ લોકો નજરે પડ્યા હતા. 

આજે વધુ બે કોરોનાના પોઝીટીવ કેસ શહેરમાં નોંધાયા છે. જેને નાથવા અને કોરોનાની ચેઈન તોડવા માટે આ લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોમાં પણ આ વાઈરસનો ભય જોવા મળી રહ્યો છે. લોકો પણ પોતાની સાવચેતીના ભાગ રૂપે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જયારે જે એકલ દોકલ લોકો બહાર નીકળી રહ્યા છે. જેમને પણ પોલીસ દ્વારા પૂછપરછ કરીને જરૂરી કામ હોવાનું જણાતા જવા દેવામાં આવિ રહ્યા છે. જયારે ગતરોજ ના સમાજ બની લોકો સેટસપાટા કરવા નીકળી પડ્યા હતા. જેને પગલે આજે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. અને લોકોને દંડ કરવાની સાથે વાહનો પણ ડીટેઈન કરવામાં આવ્યા હતા.