Page Views: 3355

કોરનાને લઇ હાલ નર્મદ યુનીવર્સીટી દ્વારા પરિક્ષા મોકૂફ કરાઈ

૩૧ માર્ચ સુધી યુનીવર્સીટી અને કોલેજો બંધ

સુરત-24-03-2020

કોરોના લઈને આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા પરિક્ષા મોકૂફ કરવામાં આવી છે. એક એપ્રિલથી જે પરીક્ષાનુ શરુ થનાર હતી તે તમામ પરિક્ષાઓને મોકૂફ કરી દેવાનો નિર્ણય લીધો છે. સાથે ૩૧મી માર્ચ સુધી તમામ કોલેજોને પણ બંધ કરી દેવામાં આવી છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે એક પરિપત્ર જારી કરીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસની અસરોને નિયંત્રીત કરવા ધ એપેડેમિક ડિસિઝ એક્ટ 1897 અને ધ ગુજરાત એપેડેમિક ડિસિઝ કોવિડ - 19 રેગ્યુલેશન , 2020ની જોગવાઈ હેઠળ તારીખ 23મી માર્ચ મધ્યરાત્રીથી તારીખ 31મી માર્ચ મધ્યરાત્રી સુધી સમગ્ર રાજ્યમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાને રાખીને નર્મદ યુનિવર્સિટી દ્વારા 31મી માર્ચ સુધી યુનીવર્સીટી તેમજ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો બંધ રાખવા જણાવાવમાં આવ્યું છે. સાથે આગામી તારીખ એક એપ્રિલ થી તારીખ આઠ એપ્રિલ દરમ્યાન શરૂ થતી અને અગાઉની મોકૂફ રાખેલ તમામ પરીક્ષાઓને હાલ મોકૂફ રાખવામાં આવી છે. જે પરિક્ષા કાર્યક્રમ હવે પછીની પરીસ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ યુનિવર્સિટી વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેવું યુનીવર્સીટીના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.