Page Views: 25909

કોરોનાને કારણે બેહાલ થયેલા ઉદ્યોગો અને કંપનીઓ માટે નાણામંત્રીએ રાહતો જાહેર કરી

5 કરોડથી ઓછા ટર્નઓવર પર GSTના લેટ પેમેન્ટ પર હવે 9% જ વ્યાજ

નવી દિલ્હી- 24-3-2020

કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોક ડાઉન છે અને વેપાર ઉદ્યોગોની હાલત કફોડી થઇ ગઇ છે. આવા સંજોગોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને દેશભરના નાના મોટા તમામ ઉદ્યોગો અને કંપનીઓ માટે અનેક પ્રકારની રાહતો જાહેર કરી છે. ખાસ કરીને ઇન્કમટેક્સ અને જીએસટીને લગતી તેમજ બેન્કીંગ સેવાઓને લગતી રાહતો આપવામાં આવી છે. આ રાહતો પછી પણ દેશનું અર્થતંત્ર પાટે ચડતા હજુ લાંબો સમય લાગશે એવુ ઉદ્યોગકારોનું કહેવુ છે.

 

નાણાં પ્રધાન નિર્મલા સિતારમને ઉદ્યોગો અને કંપનીઓ માટે કેટલાંક રાહતજનક નિર્ણય લીધા તે આ પ્રમાણે છે

 (1) રાહત પેકેજ પર કામગીરી ચાલુ છે નાણાં વર્ષ 18-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઇન 30 જૂન 2020 સુધી લંબાવી

(2) GSTના લેટ પેમેન્ટ પર હવે 9% જ વ્યાજ TDS પર વ્યાજનો પેનલ્ટી દર 18%થી ઘટાડીને 9% આધાર-પાન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચથી લંબાઈને 30મી જુન

 (3) તમામ પ્રકારના ફાઇનાન્સિંગ રિટર્ન ફાઇલિંગની મુદ્દત 30 જૂન સુધી લંબાવાઇ

(4) વિવાદ સે વિશ્વાસ સ્કીમની યોજના 30 જૂન સુધી લંબાવાઇ

(5) કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરવાની તારીખ પણ 30 જૂન સુધી લંબાવવામાં આવી

(6) માર્ચ, એપ્રિલ અને મેના જીએસટી રિટર્ન હવે 30 જૂન સુધી ફાઇલ કરી શકાશે

(7) નાની કંપનીઓને જીએસટી રિટર્નમાં વિલંબ બદલ મળશે રાહત કસ્ટમ્સ ક્લિયન્સની સર્વિસ 24 કલાસ ઉપલબ્ધ રહેશે,

(8) 30 જૂન 2020 સુધી લોકડાઉનમાં આયાત અને નિકાસની કામગીરી અટકે એવું અમે ઇચ્છતા નથી 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓને રાહત, GSTની ચૂકવણી પર વ્યાજ દર  ઘટડ્યો 5 કરોડથી ઓછા ટર્નઓવર પર GSTના લેટ પેમેન્ટ પર હવે 9% જ વ્યાજ 

(9)  2 કવાર્ટર માટે બોર્ડ મીટિંગમાં પણ રાહતઃ કંપનીઓને બોર્ડ બેઠકની માટે બે ત્રિમાસિક સુધી 60 દિવસનો સમય , બોર્ડ મીટિંગના લેટ ફાઈલિંગ પર કોઈ ચાર્જ નહિ કંપની મંત્રાલય તરફથી મોરેટીયમની મુદ્દત સપ્ટેમ્બર સુધી લંબાવી નવી સ્થપાયેલી કે નોંધાયેલી કંપનીઓને કામગીરી શરૂ કરવા માટે વધુ છ મહિનાનો સમય મળશે   નવી કંપનીઓને છ મહિનામાં કારોબાર શરૂ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી હોય છે,જેને વધુ છ માસ એટલેકે 1 વર્ષ આપવામાં આવ્યું

(10) 30 એપ્રિલે પરિપક્વ થનાર ડિબેન્ચરોની મુદ્દત લંબાવીને 30 જૂન કરાઇ નવી કંપનીઓને રિઝર્વ ડિપોઝિટના નિયમમાં પણ રાહત અપાઇ  

(11) એમએસએમઇને મોટી રાહત  1 કરોડ રૂપિયાથી વધુના લોન ડિફોલ્ટના કિસ્સામાં જ થશે નાદારીની કાર્યવાહી થ્રેશ હોલ્ડ લિમિટ 1 લાખથી વધારીને 1 કરોડ કરી

(12) કોરોનાની સ્થિતિ વણસી તો IBCને છ મહિના મુલતવી કરાશે

(13)  જાહેર જનતાને મોટી રાહત ડેબિટ કાર્ડ ધારકોને મોટી રાહત, હવે કોઇપણ બેન્કના એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકાશે, 3 મહિના સુધી કોઈપણ ATMમાંથી પૈસા ઉપાડવા પર નહિ લાગે વધારાનો ચાર્જ

(14) બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ અંગે મોટી રાહત, 3 મહિના માટે બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ મર્યાદા હટાવાઈ.