Page Views: 14366

કોરનાને લઇ વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન : રાજ્ય સરકારનો મોટો નિર્ણય

શાળાઓમાં વાર્ષિક પરિક્ષા નહિ યોજાય : નવું સત્ર જુનથી શરુ થશે

અમદાવાદ-23-03-2020

કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્યના મોટા શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ આગામી સમયમાં વકરવાની ભીતિ અંકાય રહી છે. જયારે સરકાર દ્વારા વાઈરસને પગલે વિદ્યાર્થીઓને બે અઠવાડિયાનું વેકેશન આપી દેવાના નિર્ણય બાદ વધુ એક અસરકારક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ધોરણ 1 થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે કોરોના વાયરસને પગલે આજે મોટો નિર્ણય લીધો છે. કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં લઈને આ વર્ષે સરકારે વાર્ષિક પરીક્ષા નહીં યોજાય તેવી જાહેરાત કરી છે. સાથે પ્રાથમિક વિભાગના ધોરણ 1 થી 8 અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. તેમજ હવે શાળાઓમાં જૂન મહિનાથી નવું સત્ર ચાલુ થશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસને લઈને સરકાર દ્વારા વિદ્યાર્થીઓને બે અઠવાડિયાનું વેકેશન આપવામાં આવ્યું છે. જયારે વાઈરસની ગંભીરતાને જોતા રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને શાળાનું નવી સત્ર જુનથી શરુ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. જયારે હાલમાં ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા 30 થઈ ગઈ છે. જેમાં અમદાવાદમાં 13 કેસ, સુરતમાં પાંચ પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધનું મોત થયું છે. વડોદરામાં 6 અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને રાજકોટમાં એક-એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.