Page Views: 2643

કોરોના વાઈરસની ગંભીરતા લોકોને સમજાવવા પાલિકા કમિશ્નર અને પોલીસ કમિશ્નર રસ્તા પર ઉતર્યા

લોકો નહી સમજે તો લોક ડાઉનનો ભંગ કરનાર સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે

સુરત-23-03-2020

જનતા કર્ફ્યુંમાં ઈમાનદારી દાખવનારા સુરતવાસીઓ જ આજે બેદરકારની જેમાં આટાફેરા મારતા જોવા મળ્યા હતા. આવા લોકો ઘરે રહે તે માટે ખાસ પાલિકા દ્વારા બ્રીજની સેવા બંધ કરી દેવામાં આવી છે. તેમજ શહેરના મોટા ભાગના વિસ્તારમાં બેરીકેટ લગાવીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે પોલીસ સાથે દલીલ કરીને શાબ્દિક ઘર્ષણ ઉભું કરતા આવા લોકોને સમજાવવા માટે આજે પાલિકા કમિશનર બંછાનિધી પાની અને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ રોડ પર ઉતર્યા હતા. અને લોકોને સમજાવવાની કોશિષ કરી હતી. વાય જંકશનથી લઈને બન્ને કમિશનર સાથે અલગ વિસ્તારમાં ફર્યા હતાં. અને તમામ વિસ્તારની પરિસ્થિતિનો તાળો મેળવ્યો હતો. લોક ડાઉનને પગલે લોકોને સુરત પોલીસ કમિશનર દ્વારા લોકો પોતાના ઘરોમાં રહે તેવી અપીલ કરવામાં આવી છે.

કોરોના વાયરસની સ્થિતિને પગલે લોક ડાઉનની સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે પાલિકા અને પોલીસ કમિશનર જુદા જુદા વિસ્તારોમાં સ્થળ વિઝિટ કરી હતી. રાંદેર, પાલનપુર એરિયા બાદ અઠવા ઝોન વાય જંકશન મુલાકાત લીધી હતી. બાદમાં વરાછા, કતારગામ વિસ્તારમાં જાત નિરિક્ષણ કર્યું હતુ. પાલિકા કમિશ્નર અને પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકો નહી સમજે તો લોક ડાઉનનો ભંગ કરનાર સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે. તથા વાહનો પણ ડિટેઇન કરાશે. સાથે સમજાવટ બાદ પણ જો નહીં સમજે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.