Page Views: 1119

કોરોના વાઈરસને લઇ વકીલો અને પોલીસ અધિકારીને હાજર ન રહેવાનું ફરમાન

સમગ્ર સુરત પોલીસ વતી ચાર ઝોન પ્રમાણે ચાર નોડલ ઓફિસર કોર્ટમાં હાજરી આપશે

સુરત-23-03-2020

કોરોના વાઈરસને લઈને આજ થી સુરત કોર્ટ બિલ્ડિંગમાં અર્જન્ટ કેસ કાર્યવાહી માટે વકીલો તથા સંબંધ સંબંધિત પોલીસ મથકના પોલીસ તપાસ અધિકારીને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જે અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તથા સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત કોર્ટમાં કેસ કાર્યવાહીમાં પોલીસ મથકના અધિકારીને હાજર ના રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સમગ્ર સુરત પોલીસ વતી ચાર ઝોન પ્રમાણે ચાર નોડલ ઓફિસર કોર્ટમાં હાજરી આપશે તથા તપાસ અધિકારી મુખ્ય જિલ્લા સરકારી વકીલની કચેરીએથી સોગંદનામુ ઈ-મેલ મારફતે મોકલી આપશે. હાલમાં સરકારી વકીલની કચેરીમાં રોટેશન પ્રમાણે કાર્યરત બે સરકારી વકીલો કોર્ટમાં રજૂ કરશે. જયારે આ નિર્ણયન ધ્યાને રાખીને સુરત કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી એસ કાલા સહિતનાઓએ વકીલોને પણ કોટ બિલ્ડિંગમાં હાજરીમાંથી મુક્તિ આપવાનું નક્કી કરાયું છે.