Page Views: 5025

ગુજરાતી સાહિત્ય રસધારા શબ્દ સ્પર્ધા 4નું પરિણામ

કાબૂ કરવો એ અઘરો પડતો નાક દબાવે છે આ વાઈરસ

વાપી-નૂતન તુષાર કોઠારી નીલ દ્વારા
ગુજરાતી સાહિત્ય રસધારા વોટસએપ ગ્રુપ દ્વારા શબ્દ સ્પર્ધા 4 વાઇરસ શબ્દ પર રચના લખવા અંગે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભાગ લેનારા પૈકી વિજેતા થયેલી કૃતિઓ આ પ્રમાણે છે.

શબ્દ :- વાઈરસ
પરિણામ:

૧.) દેવીબેન વ્યાસ

વાઈરસ તો હાલ પણ બેહાલ કરતો માનવીને
જંગ જીતી રોફ મારી એમ છલતો માનવીને

ખોફ પ્રસરાવી જગતમાં દોડતાં સૌ ભય ધરીને
રોજ ફતવો ફેરવી અવળો ગ્રસતો માનવીને

ઉંઘ કરતો આજ ગાયબ વિશ્વની ચિંતિત કરીને
ઔષધિની શોધમાં સૌ વ્યસ્ત નડતો માનવીને

હોય નાના કે પછી મોટાં,ઝપટ મારી ફરે છે
એ હવે વામન નથી, થઈ કાળ ગળતો માનવીને

માસ્ક રાખી સાવચેતી આદરીને જીતવાને
માંડતાં નક્કર કદમ સૌ,તો ય અડતો માનવીને

દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર
ગાલગાગા-4

૨.) મેહુલ ત્રિવેદી

ગામ ગજાવે છે આ વાઈરસ
ધાક જમાવે છે આ વાઈરસ

રાજકુમારીની જેમ જ વધતો
દાંત બતાવે છે આ વાઈરસ

માતેલો સાંઢ થઈ ને ફરતો
રોફ મચાવે છે આ વાઈરસ

મોત બનીને માણસને ગળતો
નાચ નચાવે છે આ વાઈરસ

કાબૂ કરવો એ અઘરો પડતો
નાક દબાવે છે આ વાઈરસ

સ્વચ્છતાથી એ ખુબ ડરતો
પીઠ બતાવે છે આ વાઈરસ

ચોખ્ખાઈ કેરી ચીખે મરતો
હાર મનાવે છે આ વાઇરસ

મેહુલ ત્રિવેદી
   ખેરાળી

૩.) પુનિત સરખેડી

આ દર્દનો ઈલાજ થોડો અઘરો છે,
પ્રેમને વાઈરસ ગણવો, અઘરો છે...

માનો તો મહત્વ હોય, ઉજાગરાનું,
આંખ મિંચોલીમાં ક્યાંક પહેરો છે...

જવું છે સંગ પ્રિતમની, આસમાને,
ચાંદની  ઉપમામાં એનો ચહેરો છે...

સ્પંદનો જગાડે છે કોઈ હૈયા મહી,
દિલ ફાડીને ચાહે એવો, કરવેરો છે...

નિત હુંફાળા તરંગો વહેતા રહે છે,
ઈશારામાં  સમજાય તો, અનેરો છે...
...પુનિત સરખેડી
ભાવનગર.