Page Views: 56751

કોરોના વાયરસને ફેલાવતો અટકાવવામાં ઉપયોગી છે ડો.રચના દવેની આ શોધ

એપોલો હોસ્પિટલ, હોટલ તાજ અને વડોદરા એરપોર્ટ ડો. રચના દવેએ બનાવેલા ગો એશ્યોર હેન્ડ હાઇઝીન મશીન મુકાયા

ચેન્નાઇઃ-(કિરીટ ત્રિવેદી ઃ- 9173532179) સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો ભય ભયંકર રીતે પ્રસરી રહ્યો છે ત્યારે ગુજરાતની દીકરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત ચેન્નાઇ ખાતે પોતાની જ કંપની શરુ  કરીને ગોએશ્યોર હેન્ડ હાઇઝીન મશીન ડેવલપ કર્યું છે. આ પ્રોડક્ટની હાલમાં ખુબ ડિમાન્ડ છે અને મોટા હોસ્પિટલ જૂથો, એરપોર્ટ, ફુડ ઇન્ડસ્ટ્રીના મોટા પ્લાન્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર ગોએશ્યોર હાઇઝીન મશીન લગાવવા નો પ્રારંભ થઇ ગયો છે.

ડો.રચના  દવે એ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તેઓ પહેલા ચેન્નાઇ ખાતે ભાભા એટોમિક રિસેર્ચ સેન્ટર(BARC ) માં સાયન્ટીસ્ટ તરીકે જોબ કરતા હતા પરંતુ હંમેશા કંઇક નવી શોધ કરવાની ધગશને કારણે તેમણે નોકરી છોડી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાર્ટ અપ ઇન્ડિયાની યોજનાના સહકારથી માઇક્રોગો  રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની સ્થાપના કરી છે. આ કંપનીના માધ્યમથી તેઓ પીવાના પાણી, ફુડ અને હાઇઝીન અંગે નવી નવી ટેક્નોલોજી   ડેવલપ કરે છે.  હાલમાં સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાયરસનો ભય ફેલાયો છે ત્યારે તેને ફેલાતો અટકાવવા માટે સાયન્ટીફિક રીતે પ્રત્યેક વ્યક્તિ પોતાના  હાથ સાફ કરે તે બહુજ  અનિવાર્ય છે. હાથ સાફ કરવા અને સારીરીતે કરવામાં ગણો ફર્ક છે અને મોટા ભાગના લોકો એવાત થી અજાણ હોય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા હાથ ધોવા માટેની ચોક્કસ ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી છે જેમાં છ સ્ટેપ અને ૨૫ સેકન્ડ નો સમય રાખવા માં આવ્યો છે. આ પદ્ધતિ પ્રમાણે જો હાથ સાફ કરવા માં આવે તો કોરોના વાયરસ જેવા ચેપી રોગ ને ફેલાતો અટકાવી શકાય છે.  ડો.રચના દવે  દ્વારા વિક્સાવેલું  ગોએસ્યોર હેન્ડ હાઇઝીન મશીન હાથ સાફ કરવાની આ સાયન્ટિફિક પદ્ધતિ ને ખુબ સરળ બનાવી દે છે જેના દ્વારા અજાણ વ્યક્તિ પણ સાયન્ટિફ રીતે પોતા ના હાથ સાફ કરી શકે છે.  ગોએશ્યોર હેન્ડ હાઇઝીન કઇ રીતે કાર્ય કરે છે એ સમજીયે 
. ઃઃઃઃકઇ રીતે 25 સેકન્ડમાં તમારા હાથ જીવાણું મુક્ત કરે છે ગોએશ્યોર હેન્ડ હાઇઝીન મશીન 
GOassure  હેન્ડ સેનિટાઈઝ કરવાની પ્રક્રિયા ને સંપૂર્ણ પણે ઑટોમૅટિક કરી આપે છે. વ્યક્તિ એ પોતાનો હાથ આ મશીન માં નાખવા ના  રહશે. હાથ નાખ તા જ હેન્ડ સેનિટાઇઝશન  ની પ્રક્રિયા શરુ થઈ જાય છે . મશીન પર  લગાવેલ  LCD પર દરેક પ્રક્રિયા નો નિર્દેશ દર્શાવતો  રહે છે . આ મશીન ની ખૂબી એ છે  હાથ સાફ કરવાની પ્રક્રિયા સમુર્ણ પણે WHO  ની  ગાઇડ લાઇન મુજબજ થાય છે અને એટલા માટે  દરેક વ્યક્તિ કે જે આ મશીન દ્વારા હાથ સેનિટાઇઝ કરે તેના હાથ  સંપૂર્ણ રીતે જીવાણું મુક્ત થઈ જાય છે

ઃઃઃઃવડોદરા એરપોર્ટ પર મુકાયુ છે ગોએશ્યોર હેન્ડ હાઇઝીન મશીન 
 એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગથી માઈક્રોગો  કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું હેન્ડ હાઇઝીન મશીન વડોદરા ખાતેના એરપોર્ટ પર મુકવામાં આવ્યુ છે જેનો લાભ એરપોર્ટ પર આવતા જતા મુસાફરોને મળી રહ્યો છે. આ ઉપરાંત મશીન ની ઉપયોગીતા ને સમજી ને એપોલો હોસ્પિટલ અને તાજ હોટલ ગ્રુપ જેવી મોટી કંપની ઓ  દ્વારા અને અલગ અલગ ફુડ ઇન્ડસ્ટ્રીના મોટા ઉત્પાદકો દ્વારા પણ આ મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  અત્યારે જ્યારે કોરોના વાયરસને કારણે લોકોમાં એક પ્રકારનો ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે આરોગ્યની જાળવણી માટે અને આ પ્રકારના વાયરસને ફેલાતો અટકાવવા માટે ડો.રચના દવે  ની આ પ્રોડક્ટ આવનારા દિવસોમાં ખુબ ઉપયોગી સાબિત થશે એ નક્કી છે. આ પ્રોડક્ટ વિશેની વધારે વિગતો જાણવા માટે આપ કંપનીની વેબસાઇટ www.microgo.in ઉપરથી વધારે જાણકારી મેળવી શકશો.