Page Views: 2666

તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન સુરતના જુદા-જુદા વિસ્તારમાં પાણી કાપ

વરાછા મેઈન રોડ પર પાણીની લાઈન બદલવા કામગીરીને લઇ ત્રણ દિવસ પાણી પુરવઠાને અસર

સુરત-25-02-2020

વરાછામાં વર્ષો જુની પાણીની લાઇન બદલવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ ૨૭ થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન કરવામાં આવનાર છે. જે ત્રણ દિવસ દરમિયાન શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. આ દિવસો દરમિયાન પાણી પુરવઠો બંધ રહશે કે ઓછા દબાણથી આવશે.

વરાછા મેઇન રોડ પર સૂર્યપુર રેલવે ગરનાળા નજીક વર્ષ ૧૯૬૯માં નાંખવામાં આવેલી પાણીની લાઈન હાલ જર્જરિત થઇ ગઇ છે. જેથી આ લાઈનને બંધ કરી નવી પાણીની લાઈન નાંખવામાં આવી છે. જે નવી પાઈપનું જોડાણ સહીતની કામગીરી બાકી છે. જે કામગીરી આગામી તારીખ ૨૭મી થી ૨૯ ફેબ્રુઆરી દરમિયાન કરવાનું સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેથી આ ત્રણ દિવસ દરમિયાન આ કામગીરીને પૂર્ણ કરી દેવામાં આવશે. આ લાઈન મનપાના વરાછા વોટર વર્કસ, સરથાણા વોટર વર્કસ, ઉમરવાડા-કતારગામ-ઉધના સંઘ-ભીમરાડ અને અલથાણ જળ વિતરણ મથક સહિતના અન્ય જળ વિતરણ મથક સાથે આ પાણીનો લાઈન જોડાયેલી છે. જેથી લાઈન બદલવાની કામગીરી દરમિયાન પાણી પુરવઠા વિતરણને અસર થશે. જેથી આ ત્રણ દિવસો દરમિયાન શહેરના કેટલાક વિસ્તારમાં ઓછા દબાણથી અથવા નહીવત પાણી પુરવઠો મળશે.   

  • ૨૮મી ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગ એટલે રેલ્વે સ્ટેશનથી ચોક બજાર તરફના રસ્તાની ડાબી બાજુનો ભાગ, ઉમરડાવાડા, મગોબ,  ડુંભાલ,  આંજણા, ભાઠેના,  આંજણા ટેનામેન્ટ,  પાંડેસરા ભેદવાડ, ખટોદરા,  ઉધના ચીકુવાડી, મોરારજી વસાહત, તિવારી નગર,  અઠવાગેટ, મજુરાગેટ, પાર્લે પોઈન્ટ, ઘોડદોડ રોડ, સીટી લાઈટ, અલથાણ, અલથાણ ગામતળ, પનાસ ભટાર રોડ, ઉધના મગદલ્લા રોડ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે અથવા સવારે સાડા પાંચ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન ઓછા પુરવઠાથી પાણી મળશે.
  • ૨૯મી ફેબ્રુઆરીના રોજ કિન્નરી રેલ રાહત, હળપતિવાસ, એ-બી-સી ટેનામેન્ટ ચીમની ટેકરા વિસ્તાર, કતારગામ, વેડ, ડભોલી, અને સિંગણપોર, વેસુ- ભીમરાડ ભરથણા તથા ભરથાણા ગામતળ સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા પ્રેશરથી મળશે.