Page Views: 8175

નમસ્તે ટ્રમ્પ...નમસ્તે ટ્રમ્પ...નમસ્તે ટ્રમ્પ...વડા પ્રધાને કર્યું ભવ્ય અભિવાદન

ઇન્ડિયા યુ એસ ફ્રેન્ડશીપ લોંગ લિવનો નારા પણ લગાવ્યા

અમદાવાદ-24-2-2020

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય અભિવાદન કરવા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આવકાર્યા હતા.  ડૉનાલ્ડ ટ્રમ્પે આજે બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે નમસ્તે ટ્રમ્પ, નમસ્તે ટ્ર્રમ, નમસ્તે ટ્રમ્પ એમ ત્રણ વખત બોલીને પોતાની આગવી શૈલીમાં ભાષણની શરૂઆત કરી હતી. નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ જનસૈલાબને ઈન્ડિયા યૂએસ ફ્રેંડશિપની સાથે લોન્ગ લિવનો નારો લગાવ્યો હતો. વડાપ્રધાને પોતાન સ્વાગત ભાષણામાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકાના સંબંધો નવી જ ઉંચાઈએ પહોંચ્યા છે. વડાપ્રધાને મોટેરામાં કહ્યું હતું કે, આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાર બની રહ્યો છે. આજે અમે ઈતિહાસ દોહરાવતો જોઈ રહ્યાં છીએ. પાંચ મહિના પહેલા મેં પોતાના અમેરિકી યાત્રાની શરૂઆત હ્યૂસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમથી કરી હતી અને આજે મારા મિત્ર પ્રેસિડેંટ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાનો આરંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યાં છે.