Page Views: 14718

ભાટિયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા જનજાગૃતિના ભાગ રૂપે મીટીંગોનો દોર પુરજોશમાં

આગામી ત્રણ દિવસના મીટીંગના સળંગ કાર્યક્રમ થકી લોકોને જાગૃત કરાશે

સુરત-21-02-2020

હજીરા કાંઠા વિસ્તાર  વિકાસ  સહકારી મંડળી લી. ના પ્રમુખ છોટુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આજે ચોર્યાસી તાલુકાના આભવા ગામ  ખાતે ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતી દ્વારા સુરત શહેરના સિટી તાલુકાના ગામડાઓના નાગરિકો સાથે જનજાગૃતિના ભાગ રૂપે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં છોટુભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સાચી લડત છે. અને લોકહિત માટે શરૂ કરાયેલ બિનરાજકીય આંદોલનને હઝીરા વિસ્તારના તમામ લોકો સાથે મળી આંદોલને અંત સુધી સહકાર આપીશું.

આ મિટિંગમાં સુરત SPG ના પ્રમુખ નિલેશભાઈ અસોદરિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંગથન શક્તિ સાથે આંદોલનને સુરતના શહેરી વિસ્તારોના ખૂણે ખૂણે લઈ જઈશું અને SPG દ્વારા આંદોલને સફરતા  મળે નહીં ત્યાં સુધી ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા શરૂ કરાયેલ બિનરાજકીય લડત ને સહકાર આપવામાં આવશે.

સુરત જિલ્લા આમ આદમી પાર્ટી ના સંયોજક રામભાઈ ધરૂકે જણાવ્યું હતું કે રોડ રસ્તાઓ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે તો પછી સ્થાનિકો પાસે  ટોલટેક્સ શા માટે લેવામાં આવે છે? સ્થાનિકોને ટોલટેક્સ માંથી છૂટ મળવી જ જોઈએ.

સુરત મહાનગરપાલિકા ના કોર્પોરેટર અને સુરત વીવર્સ ના પ્રમુખ અશોકભાઇ જીરાવાલા દ્વારા જણાવવામાં આવ્યું કે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોને  ભાટીયા ટોનલાકા ખાતે ટોલટેક્સ સંપૂર્ણ મુક્ત થવો જ જોઈએ અને ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ ને અમારા સંગઠન દ્વારા જ્યાં જરૂર પડે ત્યાં સહકાર આપવામાં આવશે.

સિનિયર સિટીઝન સમિતિના આગેવાન રમણભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે આ આપરા હક ની લડાઈ છે અને જ્યાં સુધી સફળતા મળે નહીં ત્યાં સુધી લડવું જોઈએ.

સુરત મહાનગરપાલિકા ના માજી કોર્પોરેટર પ્રકાશભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ટોલટેક્સ માં રોકડ લેન ચુકવણી માટે બે લેન કરનાર ને એ વાત કેમ નથી સમજાતી કે સ્થાનિકો ને ભાટીયા ટોલનાકા ખાતે ટોલટેક્સ માં મુક્તિ આપવી જોઈએ.

બારડોલી સુગર  ફ્રેક્ટરી નાડીરેક્ટર પરિમલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે ટોલનાકા ના વહીવટદારો દ્વારા બાઉન્સરો રાખવામાં આવે છે તે ગેરકાયદેસર છે.વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કેમ આડાકાન કરવામાં આવે છે?આ બાબત કોઈપણ સંજોગે સહી શકાય તેમ નથી.

સુરત મહાનગરપાલિકા ના માજી કોર્પોરેટર બળવંતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ટોલટેક્સ થી લોકોની હાલત બદત્તર થઈ રહી છે.વહીવટી તંત્ર મૃતપાય અવસ્થામાં હોય એવું લાગી રહ્યું છે.લોકહિતમાં આંદોલનને જ્યાં જરૂર પડે ત્યાં હાજર રહી આંદોલન માં સહકાર આપીશું.

મિટિંગમાં સુરત શહેર ના સહકારી  આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો, ધાર્મિક આગેવાનો, રાજકીય આગેવાનો, કોર્પોરેટરો, અને નાગરિકોને મોટી સંખ્યામાં હાજર રહયાં હતા.

જયારે ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા આવતીકાલે તા.22/02/2020ને શનિવારના રોજ ચોર્યાસી તાલુકાના મોહણી ગામ ખાતે આવેલ રામજી મંદિરમાં સાંજે 4:00 કલાકે, તા.23/02/2020ને રવિવાર ના રોજ સાંજે 4:00 કલાકે ચોર્યાસી તાલુકાના ઇચ્છાપોર ગામ ખાતે અને તા.24/02/2020 ને સોમવારના રોજ 3:00 કલાકે મિયાપુર મહુવા તાલુકાના મધુલી ચાર રસ્તા, બાપા સીતારામ ખાતે આંદોલનના ભાગ રૂપે લોકો ને જાગૃત કરી આંદોલન ને વધું ને વધુ લોકો સુધી પહોંચાડવા મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે.