Page Views: 26361

બોર્ડ દ્વારા ધોરણ 10ની હોલ ટિકિટ ઓન લાઇન મુકવામાં આવી

વિદ્યાર્થીઓને નામ-નંબર કે અન્ય કોઇ બાબતમાં ફેરફાર કરવાનો હોય તો ગાંધીનગર બોર્ડની કચેરી ખાતે સંપર્ક કરવા જણાવાયુ

ગાંધીનગર-21-2-2020

રાજ્યમાં 5મી માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ સ્કૂલો 20 ફેબ્રુઆરીથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. શિક્ષણ બોર્ડની વેબસાઇટ ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી 20મી ફેબ્રુઆરીથી સ્કૂલો ઇન્ડેક્સ નંબર, સ્કૂલનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઈડીથી લોગઇન કરી ડાઉનલોડ કરી શકશે. સ્કૂલે પ્રવેશ પત્ર (હોલ ટિકિટ)ની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના માર્ચ-2020ની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો, માધ્યમની ખરાઈ કરીને તેમાં પરીક્ષાર્થીઓનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, વર્ગ શિક્ષકની સહી સાથે આપવાની રહેશે. પરીક્ષાર્થીઓને કોઈ પણ વિષય બાબતે વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે. અગાઉ ધોરણ 12ની હોલ ટિકિટ બોર્ડ દ્વારા ઓન લાઇન મુકવામાં આવી હતી.