Page Views: 6881

સુરત એરપોર્ટ પર જયપુર-દિલ્લીથી આવતી ફ્લાઈટ ધુમ્મસને કારણે ડાયવર્ટ કરાઈ

સુરત એરપોર્ટ આસપાસના ખુલ્લા ખેતરોમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે ફ્લાઇટના લેન્ડિંગમા મુશ્કેલી પડે છે

સુરત-21-02-2020

ધીમેધીમે વાતાવરણમાંથી શિયાળાની અસર ઘટી રહી છે. અને શિયાળો આવે અંત પર છે. તેમજ લોકોને ઉનાળાની શરૂઆતની અસર પણ દેખાઈ રહી છે. ત્યારે શિયાળાના અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી વહેલી સવારે વાતાવરણમાં થોડી ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળે છે. જોકે આ ધુમ્મસને કારણે આજે એક ફ્લાઈટને અસર થઇ હતી. જેથી તેને ડાયવર્ટ કરવામાં આવી હતી.  

સુરત એરપોર્ટ ઉપર આજે સવારે ભારે ધુમ્મસ હોવાને કારણે જયપુર અને દિલ્હીથી આવતી ફ્લાઇટને અસર થઇ હતી. દિલ્હીથી આવતી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી, જે બાદમા ૯:૩૦ કલાકે સુરત આવી હતી. દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટનો સમય ૭:૩૦ કલાકનો છે. શિયાળો વિદાય લઈ રહ્યો છે, તેમ છતાં સુરત એરપોર્ટ આસપાસના ખુલ્લા ખેતરોમા ગાઢ ધુમ્મસ હોવાને કારણે ફ્લાઇટના લેન્ડિંગમા તકલીફો પડે છે, આજે સવારે ૭:૨૫ કલાકે જયપુરથી સુરત આવતી ફ્લાઇટને ૩૫ મિનિટ મોડી કરવી પડી હતી.