Page Views: 8112

સુરત આર.ટી.ઓ. દ્વારા શેરી નાટકો ભજવીને માર્ગ સલામતી અંગે જન જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ

સુરત આર.ટી. ઓ. અને વાત્સલ્ય વિલા નાટક કંપની દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પાલન અંગેનું નાટક ભજવી સુરતવાસીઓને જાગૃત કરાયા

સૂરત-14-02-2020

સુરત આર.ટી. ઓ. દ્વારા સુરતવાસીઓને શેરી નાટકો ભજવીને માર્ગ સલામતીનું મહત્વ સમજાવતી જન જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે સંદર્ભે રેલવે સ્ટેશન પાસે જાહેર માર્ગ પર સુરત આર.ટી. ઓ. અને વાત્સલ્ય વિલા નાટક કંપની દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પાલન અંગેનું નાટક ભજવી સુરતવાસીઓને જાગૃત કરાયા હતા. નાટક દ્વારા ૩૫૦ થી વધુ નાગરિકોને વાહન ચલાવતા સમયે ટ્રાફિક નિયમોનું પાલન કરે, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરે તેમજ ટ્રાફિક પોલિસને સહયોગ આપે તે માટે પ્રેરિત કરાયા હતા. નાટક પૂર્ણ થયા બાદ આર.ટી.ઓ.ના રોડ સેફટી ટ્રેનર શ્રી મહેશ પરમાર દ્વારા ટ્રાફિક જનજાગૃતિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.