Page Views: 9746

ઔદીચ્ય બ્રહ્મસમાજનો 18મો સમૂહ યજ્ઞોપવિત તથા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં સમાજના વડીલ માતા-પિતાનું પૂજન તેમના દીકરા- વહુ તથા બાળકોએ કર્યું

સુરત-12-02-2020

પાટણ-મહેસાણા જિલ્લા ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરતનો 18મો સમૂહ યજ્ઞોપવિત તથા સ્નેહમિલન કાર્યક્રમ ઉમરા એસ. એમ. સી. કોમ્યુનિટી હોલ ખાતે ગત રવિવારે ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. તેમા નવ બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી દ્વિજત્વ પ્રાપ્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના વડીલ માતા-પિતાનું પૂજન તેમના દીકરા- વહુ તથા બાળકોએ કર્યું હતું. તથા સમાજના તેજસ્વી  બાળકોને પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત રાજ્યકક્ષાના કન્વીનર યગ્નેશભાઈ દવે, પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જયારે આનંદભાઈ ઠાકર, ચંદ્રકાંતભાઈ જાની તથા કારોબારી સભ્યોએ ખૂબ મહેનત કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.