Page Views: 7455

ભાટિયા ટોલનાકે ચાલતી લુંટ સામે સ્થાનિક લોકો લડી લેવાના મુડમાં

ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ બનાવાઈ : સમિતિ કલેકટરને આવેદન આપશે-જનજાગૃતિ અભિયાન શરુ

સુરત-12-02-2020

ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિના સભ્યોએ ભાટીયા ટોલનાકાના અધિકારીઓ દ્વારા નાગરિકો પર સરમુખ્યારશાહી ચલાવી કરવામાં આવતા અન્યાય સામેની લડાઈ લડવા સુરતના શહેર અને જિલ્લાના વિસ્તારોની સહકારી મંડળીઓ,ગ્રામપંચાયતો,કોર્પોરેટર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્ય તથા સેવાભાવી સંસ્થાઓના આગેવાનો અને સુરત શહેરની સોસાયટીઓમાં જઈ જાગૃતિ અભિયાનો શરૂ કરી દીધું છે.

સુરત જિલ્લા પત્રકાર પરિસંઘ, હઝીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી, સ્વાભિમાન પાર્ટી,  કોળી યુવા સમાજ ગુજરાત, પલસાણા વિભાગ દૂધ એન્ડ સેવા સહકારી વેચાણ કરનારી મંડળી લી., બારડોલી વિભાગ ગ્રામ વિકાસ કો.ઓ.ક્રેડિટ સોસાયટી લી., બારડોલી, અમદાવાદી ચાપાનેરી ઘાંચી જ્ઞાતિ વાડી મંડળ ,વડાદલા સેવા સહકારી મંડળી, એસ.એસ.ઓ.મહાસંગ ગુજરાત,ગુજરાત જન ચેતના પાર્ટી, તાતી ઝઘડા સેવા સહકારી મંડળી લિ. અને સોસક ગ્રૂપ કો.ઓ.કોટન સેલ સોસાયટી.લીમિટેડ દ્વારા સુરત જિલ્લાના સ્થાનિકોને ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવે અને રોકડ ચુકવણીની બે લેન કરવાની મેં.કલેક્ટર સાહેબ, સુરતને રજુઆત  કરતો પત્ર ભાટીય સંઘર્ષ સમિતિને મોકલી આપ્યો છે. તેમજ સુરત જિલ્લા અને શહેરની મલગામા,ગાંગપોર-જતપોર ગ્રામ પંચાયત,પિંજરત ગ્રામ પંચાયત,બલેશ્વર-ઇસરોલી ગ્રામ પંચાયત,લિંગડ ગ્રામ પંચાયત,તાતી ઝગડા ગ્રામ પંચાયત,એરથાણ ગ્રામ.પંચાયત,વડદલા ગ્રામ પંચાયત,ઉબેર ગ્રામ પંચાયત,અને ગ્રામ પંચાયત બરસાડી દ્વારા પણ સુરત શહેર અને જિલ્લાનાના લોકો ના હિટ માં પક્ષાપક્ષીથી ઉપર ઉઠી પોતાની સામાજિક જવાબદારી નિભાવી સુરત જિલ્લાના સ્થાનિકોને ટોલ ટેક્સ માંથી મુક્તિ અપાવે અને રોકડ ચુકવણી ની બે લેન કરવાની મેં.કલેક્ટર સાહેબ, સુરતને રજુઆત કરતો પત્ર ભાટીય ટોલનાકા સંઘર્ષ સમિતિ ને મોકલી આપવામાં આવ્યો છે. આ ઊપરાંત સુરત શહેરના બે કોર્પોરેટર,એક જિલ્લા પંચાયત સભ્ય અને એક તાલુકા પંચાયત સભ્ય દ્વાર પણ ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ ને રજુઆત નો પત્ર મોકલી આપ્યો છે. ભાટીયા ટોલનાકા સંઘર્ષ સમિતિ દ્વારા આ રજૂઆતોને એકઠી કરી આગામી દિવસમાં કલેક્ટર ને રજુઆત કરવામાં આવશે.