Page Views: 1951

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકીઓના આકા હાફીઝને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી

અમેરિકાએ હાફીઝ સૈયદ પર એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યુ છે

ઇસ્લામાબાદ-12-2-2020

પાકિસ્તાનની સરકારના આશ્રીત તરીકે જ રહીને ભારતમાં આતંકી ગતિવિધીઓને અંજામ આપનારા આતંકીઓના આકા હાફીઝ સૈયદને આખરે પાકિસ્તાનની અદાલતે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.  આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનાં પ્રમુખ હાફીઝ સઇદને ટેરર ફંડીગ કેસમાં દોષિત ઠરાવ્યો છે, લાહોરની આતંક વિરોધી અદાલત ન્યાયાધિશ અરશદ હુસેન ભટ્ટાએ જમાત ઉદ દાવાનાં પ્રમુખ હાફિઝ સઇદનાં આતંકી સંગઠનની ગતિવિધીઓ માટે નાણા પહોંચાડવાનાં બે કેસમાં ગુરૂવારે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. અધિકારીઓનાં  જણાવ્યા પ્રમાણે  ફરીયાદી પક્ષે અદાલતમાં સઇદ અને તેનાં સમર્થકોની આતંકી ગતિવિધીઓને આર્થિક મદદ પહોંચાડવાનાં આરોપને સાબિત કરવા માટે 20 સાક્ષીઓને રજુ   કરવામાં આવ્યા હતાં, સઇદને કડક સુરક્ષા બંદોબસ્ત હેઠળ અદાલતમાં લાવવામાં આવ્યો હતો. પંજાબનાં આતંકવાદ વિરોધી વિભાગે લાહોર અને ગુજરાનવાલામાં આ કેસ નોંધાવ્યો હતો, વર્ષ 2012માં અમેરિકાએ સઇદને વૈશ્વિક આતંકી જાહેર કરીને તેનાં માથા પર 1  કરોડ ડોલરની ઇનામની રકમ ઘોષિત  કરી હતી, તે 26 નવેમ્બર 2008નાં મુબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ છે. પાકિસ્તાન દ્વારા અમેરિકાના દબાણને વશ થઇને આ નિર્ણય લેવાયો હોવાનું પણ નિષ્ણાંતોનું માનવું છે.