Page Views: 7468

શારજાહથી દાણચોરીથી સોનું લાવનાક રાજેશ છાબરિયા સુરત એરપોર્ટ પરથી ઝડપાયો

રૂ.8.50 લાખની કિંમતના 200 ગ્રામ સોના સાથે ગ્રીન ચેનલમાંથી પસાર થઇ રહેલા રાજેશની શંકાસ્પદ હિલચાલ પરથી કસ્ટમ ઝડપી લીધો

સુરત-12-2-2020

સુરત એરપોર્ટ પર શારજાહથી આવતી ફ્લાઇટમાં દાણચોરીનું સોનું લઇને આવેલા મુંબઇના યુવાનને કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો હતો. કસ્ટમ વિભાગે તેની પાસેથી સોનાની કેપ્સ્યુલ કબજે કરીને તેની પુછપરછ હાથ ધરી છે.

શારજાહથી સુરત આવતી ફ્લાઇટમાં મુળ મુંબઇનો વતની રાજેશ છાબરિયા સુરત એરપોર્ટ પર ઉતર્યા પછી ગ્રીન ચેનલમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેની હિલચાલ શંકાસ્પદ લાગતા કસ્ટમ અધિકારીઓએ તેને અટકાવીને ફરી વખત મેટલ ડિટેકટર પાસે લઇ જઇ અને તેનું બોડી સ્કેનિંગ કરતા તેની પાસે સોનું હોવાનું જણાયું હતું અને તેની પ્રાથમિક પુછપરછ કરવામાં આવતા રાજેશ છાબરિયાએ પોતાની પાસે રૂપિયા 8 લાખ 50 હજારની કિંમતનું સોનું કેપ્સ્યુલ ફમમાં હોવાની તેણે કબુલાત કરી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓએ રાજેશને તુરંત અટકાયતમાં લઇ લીધો હતો અને તે આ સોનું કોના માટે લાવ્યો હતો એ સહિતની તમામ વિગતે પુછપરછ હાથ ધરી હતી.