Page Views: 4152

જયપુર બાદ હવે ઇન્દોરમાં એમ મી વસ્ત્ર ઉત્સવ

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરાયેલી સાડી, કુર્તી, લહેંગા, ગાઉન અને શુટિંગ શર્ટીંગનું ભવ્ય કલેકશન મધ્ય પ્રદેશના વેપારીઓને જોવા મળશે

સુરત-11-2-2020

રાજસ્થાનના જયપુર ખાતે રાજેશ કોઠારી અને ભરત હરિયાણી દ્વારા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોની ટેક્સટાઇલ પ્રોડક્ટ માટે ભવ્ય કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ત્યાંના વેપારીઓએ ખુબ સારો પ્રતિસાદ આપ્યો હતો અને સુરતના વેપારીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ મળ્યો હતો. આ સફળતા બાદ હવે આગામી તારીખ 29મી ફેબ્રુઆરી અને 1લી માર્ચ એમ બે દિવસ માટે મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે બોનારોની બીજી શ્રેણીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા બ્રાન્ડેડ સાડી, લહેંગા, ગાઉન, શુટીંગ શર્ટીંગ અને કુર્તિઓનું ભવ્ય પ્રદર્શન યોજાશે. આ બે દિવસ દરમ્યાન ફેશન શો નું પણ આયોજન કરવામાં આવશે. કોઇ પણ વસ્ત્રના કેટલોગ તૈયાર થયા બાદ જ્યારે મોડેલ દ્વારા સ્ટેજ પર કેટ વોક કરીને બ્રાન્ડ તેમજ ડિઝાઇનનું પ્રમોશન કરવામાં આવે છે ત્યારે તેમને સારો એવો બિઝનેસ મળી રહે છે. ઇન્દોર ખાતે યોજાનારા આ બે દિવસના બોનારો એક્ઝીબિશનમાં સ્થાનિક વેપારીઓને સારો બિઝનેસ મળવાની આશા રાખવામાં આવી રહી છે. વધુમાં રાજેશ કોઠારી અને ભરત હરિયાણીએ જણાવ્યું હતું કે, આ એક્ઝીબિશન એમ પી વસ્ત્ર ઉત્સવના નામે થઇ રહ્યું છે ત્યારે તેમાં નંદની, મધુપ્રિયા, ઇન્દ્ર, નમામી, કાયન, વરૂણ, રિધામ, જ્યોત્સના, અમાયા, ઓમકારા, ડોનિયર, બેલબોની, લાયરા, રાજોશ્રી, આશિકા, ધ્રિવા જેવી અનેક બ્રાન્ડો પોતાના કલેકશનો રજૂ કરશે. ખાસ કરીને આ એક્ઝીબિશનમાં 200 રૂપિયાથી માંડીને રૂપિયા પાંચ હજાર સુધીના સુટ, સાડી સહિતના કલેકશનો સુરતના વેપારીઓ દ્વારા વેપારીઓ સામે રજૂ કરવામાં આવશે. જેમાંથી સુરતના વેપારીઓને મોટો લાભ થવાની સંભાવના છે.