Page Views: 8110

રિંગરોડ પર કૃષિ બજાર અને સિટી ટેક્સટાઇલ માર્કેટ સીલ

અપુરતી ફાયર સેફટીની સુવિધા હોવાને કારણે ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

સુરત-11-2-2020

શહેરમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના મામલે કડક કાર્યવાહીનો દૌર આજે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. આજે રિંગરોડ સહરા દરવાજા નજીક આવેલી એપીએમસી માર્કેટ સંચાલિત કૃષિ બજારની તમામ ઓફીસો અને દુકાનોને અપુરતી ફાયર સેફટી હોવાને કારણે સીલ મારી દેવામાં આવ્યું હતું. ઉપરાંત રિંગરોડ પર જ આવેલી સીટી ટેકસટાઇલ માર્કેટને પણ સીલ મારી દેવામાં આવ્યું છે. ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા એક પછી એક સંખ્યાબંધ માર્કેટોને સીલ મારવામાં આવ્યા છે તેમ છતા જે જુની માર્કેટો છે તેમાં ફાયર સેફટીના નામે ધાંધિયા ચાલતા હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. ફાયર વિભાગને જે પ્રકારે વિગતો હાથ લાગી રહી છે તે જોતા આગામી દિવસોમાં પાલિકાએ ફાયર સેફટી મામલે વધુ કડક કાર્યવાહી કરવી પડશે. આજે પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કારણે કૃષિ બજારની 124 જેટલી ઓફીસો અને દુકાનો સીલ કરી દેવામાં આવી છે.