Page Views: 13575

દિલ્હીમાં આપની જીતની હેટ્રિક : ૬૦ થી વધુ બેઠકો પર ઝાડું ફરી વળ્યું

ભાજપની આઠ બેઠકો તો કોંગ્રેસેના સુપડા-સાફ : આપ કાર્યાલય બહાર ઉજવણી શરુ

નવી દિલ્હી-11-02-2020

દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં કેજરીવાલનું ઝાડુંએ ફરી એકવાર બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને ફરી એકવાર ધૂળ ચાટતા કરી દીધા છે. જયારે આપે બહુમતીની સાથે જીતની હેટ્રીક સર્જી છે. વિધાનસભાની ૭૦માંથી આપ ૬૦થી વધુ બેઠકો પર આગળ રહી છે અથવા તો વિજય મેળવ્યો છે. જ્યારે ભાજપ માત્ર ૮ બેઠકો પર આગળ ચાલે છે અથવા તો વિજય મેળવ્યો છે. જયારે ખરાબ સ્થિતિ કોંગ્રેસની જોવા મળી રહી છે. જેનું ખાતું પણ ખુલ્યું ન હતું. દિલ્હી વિધાનસભાની ચુંટણીમાં કામનો જાદુ ચાલ્યો હોય તેમ કેજરીવાલનો જાદુ ચાલ્યો છે. દિલ્હીની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા છે. જયારે ચૂટણીમાં આપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે અને ભાજપ સતત બીજી વખત સિંગલ ડીઝીટમાં રહી ગયો છે. જયારે જીતને પગલે આપની ઓફિસની બહાર ભીડનો જમાવડો થયો છે. કાર્યકર્તા દ્વારા જીતની ઉજવણી શરુ કરી દેવામાં આવી છે. જયારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ દિલ્હીના દરેક એ પરિવારની જીત છે જેમણે મને દીકરો માનીને જબરજસ્ત સમર્થન આપ્યું. દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવા રાજકારણને જન્મ આપ્યો છે. જેનું નામ કામની રાજનીતિ છે. દિલ્હી વાસીઓએ ગજબ કરી દીધો..બાદ કેજરીવાલે દેશવાસીઓને I Love You કહ્યું હતું. જયારે ભાજપ-કોંગ્રેસના કાર્યાલયની બહાર સન્નાટો જોવા મળી રહ્યો છે.

જયારે ચુંટણી પ્રચારમાં ભાજપની ૪૮ સીટો મળવાના દાવો કરનાર મનોજ તિવારીના દવાનું સુરસુરિયું થઇ ગયું છે. અને ભાજપનું દિલ્હી પર રાજ કરવાનું સપનુ ચકનાચુર થઇ ગયું છે. ચૂંટણીમાં આપ અને બીજેપી બંનેએ મત મેળવવા માટે સંપૂર્ણ જોર લગાવી દીધુ હતું. મતદાનના કેટલાક સપ્તાહ પહેલા બીજેપીએ ચૂંટણી પ્રચારની આક્રમક નિતી અપનાવી હતી. બીજેપીના કેટલાક નેતાઓ સતત કેજરીવાલ પર શાબ્દીક પ્રહારો કરી રહ્યા હતા. તો બીજીબાજુ કેજરીવાલે તેમની દરેક રેલી અને જનસભામાં વિકાસના કાર્યોને ગણાવ્યા. આ ઉપરાંત પાંચ વર્ષોની રૂપરેખા રજૂ કરી હતી. આપે તેમનો સંપૂર્ણ પ્રચાર અભિયાન દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો પર જ ફોકસ રાખ્યું હતું.

દિલ્હીવાસીઓએ એકવાર ફરી આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યકત કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને પક્ષના નેતા કેજરીવાલને સતત હેટ્રીકથી જીત અપાવી હતી. કુલ ૭૦ બેઠકોમાંથી આપ ૬૦થી વધુ બેઠકો બહુમતી સાથે મળી છે. જ્યારે ભાજપ માત્ર ૮ બેઠક પર આગળ રહીને જીત મેળવી છે. ચૂંટણીના આ પરિણામોમાં કેજરીવાલની ઝાડૂએ ભાજપ-કોંગ્રેસ સૂપડા સાફ કરી નાંખ્યા છે. આવામાં લોકોની નજર દિલ્હીની આઠ મુસ્લિમ બહુલ સીટો પર રહી હતી. દિલ્હીની આ સીટો પર સીએએ વિરુદ્વ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં આવતી શાહીન બાગમાં પાછલા ૫૮ દિવસથી મુસ્લિમ મહિલા રાત-દિવસ પ્રદર્શન કરી રહી છે. ભાજપે ચૂંટણી પ્રચારમાં શાહીન બાગને મુખ્ય મુદ્દો બનાવી દીધો હતો તો અરવિંદ કેજરીવાલે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન અંતર જાળવી રાખ્યું હતું. જયારે શાહીન બાગમાં કોંગ્રેસ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઉભેલી જોવા મળી હતી.