Page Views: 4344

વરાછામાં વિદ્યાર્થીના હાથમાંથી બાઇકર્સ બ્રેસલેટ અને મોબાઇલ ફોન આંચકી ગયા

રાત્રે જમીને લટાર મારવા નીકળેલા વિદ્યાર્થીને બાઇકર્સે નિશાન બનાવ્યો

સુરત-11-2-2020

રણુજા ધામ સોસાયટી નજીક ચાલવા નીકળેલા વિદ્યાર્થીના હાથમાંથી મોટર સાયકલ પર આવેલા બે તસ્કરો મોબાઇલ ફોન અને સોનાનું બ્રેસલેટ આંચકીને નાસી છુટ્યા હતા. રણુજાધામ સોસાયટી ખાતે રહેતો કિશન જયંતીભાઇ ચોટલિયા નામનો વિદ્યાર્થી ગઇ રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે જમીને પોતાની સોસાયટીના નાકે લટાર મારવા માટે નીકળ્યો હતો. ત્યારે હીરો હોન્ડા મોટર સાયકલ પર આવેલા બે ઇસમોએ કિશનના હાથમાંથી રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો ઉપરાંત તેના હાથમાં પહેરેલુ રૂપિયા 25 હજારની કિંમતનું સોનાનું બ્રેસલેટ પણ તોડીને લઇ ગયા હતા. મોબાઇલ ફોન અને સોસાનું બ્રેસલેટ લઇને નાસી ગયેલા આ બન્ને તસ્કરો કુલ રૂપિયા 30 હજારની જણસ લઇને નાસી ગયા હતા. બનાવ અંગે કિશન જયંતિભાઇએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ એ કે દેસાઇએ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.