Page Views: 743

હવે રેલ્વે સ્ટેશન પર થશે હેલ્થ ચેકઅપ

હેલ્થ એટીએમની શરૂઆત : માત્ર ૬૦ રૂપિયામાં મુસાફરો હેલ્થ ચેકઅપ કરાવી શકશે

નવી દિલ્હી-11-02-2020

ભારતીય રેલ્વે દ્વારા ન્યુ ઇનોવેટિવ એન્ડ આઇડિયૉં સ્કીમ હેઠળ રેલ્વે સ્ટેશનો પર હેલ્થ એટીએમની શરૂઆત કરવામાં આવી છે. રેલવેની આ પહેલ પછી મુસાફરો અને યુઝર્સ ખૂબ જ ઓછા ખર્ચે પોતાનું મેડિકલ ચેકઅપ સરળતાથી કરાવી રહ્યા છે.

એક રેલ્વે અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ, ભારતીય રેલ્વેની રેવન્યુ મેળવવામાં નોન-ફૈર રેવન્યુએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રેલવેને વાર્ષિક રેવન્યૂનો આશરે ૧૦ થી ૨૦ ટકા ભાગ નોન ફૈર રેવન્યુ તરફથી મળે છે. સૌથી પહેલીવાર વર્ષ ૨૦૧૦-૧૧માં નોન ફૈર રેવન્યુ શરુ કરવામાં આવી હતી. પરંતુ વર્ષો પછી પણ રેલવે ખાસ કમાણી કરી શકી નથી. જોકે ગત વર્ષે રેલવેએ આ પહેલ થકી સારી આવક મેળવી હોવાના અહેવાલ છે. જે હેલ્થ એટીએમ એ પણ નોન ફૈર રેવન્યુનો એક ભાગ છે. હેલ્થ એટીએમમાં પ્રિન્ટેડ સ્લિપની મદદથી મુસાફરોને તેમના બ્લડ પ્રેશરની સચોટ માહિતી મળી શકે છે. આ તમામ રિપોર્ટ માત્ર ૬૦ રુપિયામાં મળી જાય છે. પેથોલોજિસ્ટ પાસે આ રિપોર્ટ માટે ઓછામાં ઓછા ૨૦૦ રુપિયા ખર્ચવા પડે છે. જયારે હેલ્થ એટીએમમાં તાત્કાલિક મેડિકલ રિપોર્ટ આપવા માટે ખાસ પ્રકારનો પોઇન્ટ ઓફ કેર ડિવાઇસ અને સોફ્ટવેર ઇનસ્ટોલ કરવામાં આવ્યા છે. આ હેલ્થ એટીએમની મદદથી એક જ સમયે ૧૬ પદ્ઘતિથી તપાસ કરી શકાય છે.