Page Views: 5629

૩૫૦૦ કિલોમીટરની મારક ક્ષમતાવાળી K-૪ બેલિસ્ટિક મિસાઇલનું ડીઆરડીઓ દ્વારા સફળ પરિક્ષણ

K-૪ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે

નવી દિલ્હી-11-02-2020

ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ન્યૂકિલયર હુમલો કરવામાં સક્ષમ એવી બેલિસ્ટિક મિસાઈલ પરિક્ષણમાં સફળતા મળી છે. ઓડિશાના તટથી ૩૫૦૦ કિલોમીટરની મારક ક્ષમતા વાળી K-૪ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ સબમરિન મિસાઇલ છે.

દેશના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓ દ્વારા આ બેલિસ્ટિક મિસાઈલ કે-૪ તૈયાર કરવામાં આવી છે. જેનું ઓડિશાના તટ પર ચાંદીપુર રેન્જમાં સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેની મારક ક્ષમતા ૩૫૦૦ કિલોમીટર છે. આ મિસાઈલ પાણી થી હવામાં સટીક નિશાન સાધવામાં સક્ષમ છે. આ મિસાઇલને ભારતીય નેવીના સ્વદેશી INS અરિહંત શ્રેણીની પરમાણુ સંચાલિત સબમરીનોમાં તૈનાત કરવામાં આવશે. આ મિસાઈલ દુશ્મનના વિમાન અથવા ડ્રોન પર નજર રાખીને તેના પર તાત્કાલિક નિશાન લગાવે છે.