Page Views: 7563

સરહદ પર પાકના ફાયરીંગ સામે ભારતીય સેનાની જવાબી કાર્યવાહી : પાકના ત્રણ સૈનિકો ઠાર

પાકિસ્તાનની સિંધ રેજિમેન્ટની ચાર ચોકીઓ પણ ભારતીય સેનાએ નષ્ટ કરી

નવીદિલ્હી-10-02-2020

જમ્મુ-કાશ્મીરના બાલાકોટ સેકટરમાં રહેણાંક વિસ્તારોને સતત નિશાનો બનાવતા પાક સૈનિકોને ભારતીય જવાનોએ આજે જડબાતોડ જવાબ આપ્યો છે. જે જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના ૩ સૈનિકોને ઠાર માર્યા છે. તેમજ પાકના સાત થી આઠ જવાન ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનની સિંધ રેજિમેન્ટની ચાર ચોકીઓ પણ ભારતીય સેનાએ નષ્ટ કરી નાખી છે.

પાકિસ્તાન દ્વારા સરહદ પર વારંવાર ફાયરિંગ કરવાની સાથે મોર્ટાર મારો કરીને સંઘર્ષ વિરામનું ભંગ કરવામાં આવે છે. તેમજ ખાસ કરીને રહેણાક વિસ્તારોને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. જયારે રવિવારની રાત્રીના દરમિયાન બાલાકોટ સેકટરમાં પાકે રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. જેમાં ચાર મકાનોને નુકસાન થયું હતું. જયારે ભારતીય સેનાના બે જવાન ઘાયલ થયા હતા. તેમજ પુંછના દેગવાર સેકટરમાં પણ પાક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.  જેમાં એક ભારતીય સૈનિક શહીદ થઈ થયો હતો. ત્રણ અન્ય દ્યાયલ થયા હતા. શહીદ નાયક રાજીવસિંહ શેખાવત રાજસ્થાનના જયપુર જિલ્લાના રહેવાસી હતા. તેમના પરિવારમાં પત્ની ઉષા શેદાવત છે. શહીદ જવાન શેખાવતને શ્રદ્ઘાંજલિ ભારતીય સેનાએ રવિવારે નાયક શેખાવતને પૂર્ણ સૈન્ય સન્માની સાથે શ્રદ્ઘાંજલિ આપી હતી. જયારે પાકિસ્તાને બાલાકોટ અને મેંઢર સેકટરોમાં કરાયેલ ફાયરિંગની સામે ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનની સિંધ રેજિમેન્ટની ચાર ચોકીઓ નષ્ટ કરવાની સાથે ત્રણ સૈનિકોને ઠાર કર્યા છે. જયારે જવાબી કાર્યવાહીમાં પાકના સાત થી આઠ જવાનો ઘાયલ પણ થયા છે.