Page Views: 8858

ભારત કોરોના વાયરસની આર્થિક ઝપેટમાં

ભારતના ટુરીઝમ, ફાર્મા, આઇ. ટી. ઇન્ડસ્ટ્રી, કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને ભારે અસર : હજારો કરોડોનું નુકશાન થવાની શક્યતા

નવી દિલ્હી-10-02-2020

ચીનમાં ગંભીર રીતે ફેલાયેલા કોરોના વાયરસ લોકોની શારીરિકની સાથે આર્થિક રીતે પણ મોટી માત્રામાં અસર કરી રહ્યો છે. આ હાલ ચીન સહિતના દેશોમાં પણ જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસને કારણે ભારતના ટુરીઝમ, ફાર્મા, આઇ. ટી. ઇન્ડસ્ટ્રી, કાપડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ સહિતના ઉદ્યોગોને ભારે અસર પહોંચી રહી છે. જે જોતા આ વાયરસ કાબુમાં નહી આવે તો આશરે હજારો કરોડોનું નુકશાન પહોંચી શકે છે.

ભારતના મોટા ભાગના ઉદ્યોગનો કાચોમાલ ચીનથી આવે છે. તો કેટલાક ઉદ્યોગો ચીન સાથે આયાત-નિકાસના સંબંધથી જોડાયેલા છે. જયારે ભારતીય ફાર્મા  ઉદ્યોગમાં ભારતનો ચીનની આયાતમાં ૬૭ ટકા હિસ્સો છે. ચીનમાં હાલત જલ્દીના સુધરે તો રપ૦ કરોડ ડોલરની અસર ભારતના ઘરેલુ ફાર્મા ઉદ્યોગ પર થશે. તેમજ દેશની આઇટી કંપનીઓની મુશ્કેલી પણ વધુ છે. આ કંપનીઓના કામકાજને ગંભીર અસર પહોંચી શકે છે. આ ઉપરાંત ટુર ઓપરેટરો પર પર કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. આ વાયરસને કારણે ૩પ૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થઇ શકે છે. જો આખુ વર્ષ કોરોનાની અસર રહે તો ટુર ઓપરેટર્સોનુ ૧૪૦૦૦ કરોડનું નુકશાન થઇ શકે છે. હાલ આ વાયરસને કારણે ચીન તથા અન્ય દેશોમાં જનારા યાત્રીઓ ટીકીટ અને હોટલ બુકીંગ કેન્સલ કરી રહ્યા છે. જેથી ટુરીઝમ અને હોટલ ઇન્ડસ્ટ્રીને ભારે નુકશાન પહોંચી શકે છે. જયારે હીરા અને કાપડ ઉદ્યોગમાં પણ આ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. હોંગકોંગમાં યોજાનાર જેમ એન્ડ જવેલરી એક્ષ્પોને રદ કરી દેવામાં આવ્યો છે. જેને કારણે જેમ એન્ડ જવેલરી સેક્ટરને ચાર હજાર કરોડ સુધીના નુકશાનની ગણતરી કરવામાં આવી રહી છે.