Page Views: 64926

કતારગામની એચવીકે હીરાની કંપનીમાંથી બે કરોડથી વધુના ૧૩૦૦ કેરેટ હીરાની ચોરી

બોઈલ કરવા આપેલા હીરા બે કારીગરો લઈને ફરાર : પોલીસે તપાસ શરુ કરી

સુરત-17-01-2020

કતારગામમાં આવેલ જાણીતી એચવીકે હીરાની કંપનીમાંથી બે કરોડથી વધુની કિંમતના ૧૩૦૦ કેરેટ હીરા લઈને બે કારીગરો નાસી ગયા હતા. જે અંગેની જાણ થતા ઉચ્ચઅધિકારીઓ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે કંપનીમાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.

કતારગામ પટેલ ફળિયામાં આવેલી એચવીકે હીરાની કંપનીમાં આજે મોટો હાથ મારીને બે કારીગરો નાસી ગયા હતા. કંપનીમાં કામ કરતા બે કારીગરોને બે કરોડથી વધુની કિંમતના ૧૩૦૦ કરેટ હીરા બોઈલ કરવા માટે આપવામાં આવ્યાં હતાં. જે હીરા બોઈલ કર્યા બાદ કારીગરોએ મેનેજર કે શેઠને પરત કરવાની જગ્યાએ હીરા લઈને બંને નાસી ગયાં હતાં. જે અંગેની જાણ થતા કંપની દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં ઉચ્ચઅધિકારીઓ સહીતનો પોલીસે કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને પોલીસે ફરિયાદ નોંધી કંપનીમાં લાગેલા સીસીટીવી સહિતના ડોક્યુમેન્ટના આધારે તપાસ હાથ ધરી છે.

::::::બંને કારીગરો વર્ષોથી કંપનીમાં કામ કરતા હતા:::::

મોટો હાથ મારીને નાસી ગયેલા બન્ને કારીગરો ઘણા વર્ષોથી આ કંપનીમાં કામ કરતાં હતાં. જેમને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સીસીટીવીથી લઈને અન્ય કારીગરોના નિવેદનો લેવામાં આવી રહ્યાં છે.