Page Views: 8132

નિર્ભયાના દોષિતોની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી : હવે ૧ ફેબ્રુઆરીએ આરોપીઓને થશે ફાંસી

દયા અરજીને કારણે ફાંસીની તારીખ લંબાઈ : પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યો

નવીદિલ્હી-17-01-2020

નિર્ભયા ગેંગરેપ કેસના દોષિત મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી હતી. આ પહેલા ચારેય દોષિતોને પટિયાલા હાઉસ કોર્ટે તારીખ ૨૨ જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે ફાંસી પર લટકાવવાની તારીખ નક્કી કરી હતી. જોકે અરજીને કારણે હવે નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી હવે ચારેય દોષિતોને હવે ૧લી ફેબ્રુઆરીએ સવારે ૬ કલાકે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે.
નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષિતોને પટિયાલા હાઉસ કોર્ટે અગાઉ તારીખ ૨૨ જાન્યુઆરીએ સવારે ૭ વાગ્યે ફાંસી પર લટકાવવાની તારીખ નક્કી કરી હતી. જયારે આરોપીના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી. જે કોર્ટે ફગાવી હતી. જયારે મુકેશે રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે દયા અરજીને ફગાવી દીધી હતી. જેથી તમામ આરોપીઓની ફાંસી પાક્કી થઇ ગઈ છે. જે બાદ નિર્ભયા કેસના ચારેય ગુનેગારો મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય સિંહ અને પવન ગુપ્તા સામે પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. હવે દોષિતોને આગામી તારીખ ૧ ફેબ્રુઆરીએ સવારે ૬ કલાકે ફાંસી આપવામાં આવશે.