Page Views: 8228

સુરતમાં તેજસ એક્સપ્રેસનો વિરોધ : પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી

રેલ્વેના ખાનગીકરણને લઈને ઇન્ટુક અને રેલ્વે સંઘર્ષ સમિતિ દ્વારા સુરતમાં તેજસ એક્સપ્રેસનો વિરોધ કરાયો

સુરત-17-01-2020

અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. તેમણે કાલુપુર સ્ટેશન પર સંબોધન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ગુજરાત માટે સૌભાગ્યની વાત છે કે, ગુજરાતમાં દેશની બીજી ખાનગી ટ્રેન શરૂ થઈ છે. તેજસ દેશના મહત્વના બે આર્થિક શહેર અમદાવાદ અને મુબઈને જોડશે.

આ રેલવેના ખાનગીકરણ તેમજ ખાનગી તેજસ એક્સપ્રેસ ટ્રેનને લઈને ગુજરાતના મહાનગરોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં કર્મચારી યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ આજે સુરતમાં રેલ્વેના ખાનગીકરણને લઈને રેલ્વે યુનિયનનો દ્વારા આજે વિરોધ કરવામાં આવ્યો હતો. ઇન્ટુક અને રેલ્વે સંઘર્ષ સમિતિ દ્વારા તેજસ એક્સપ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેમા રેલ્વે યુનિયને લાલ ઝંડા સાથે તેજસ ટ્રેનનો વિરોધ કર્યો હતો. જયારે જે પણ કર્મચારીઓએ તેજસ ટ્રેનનો વિરોધ કર્યો તે તમામની પોલીસે અટકાયત કરી હતી.