Page Views: 9473

મેયર્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો

મેયર ટીમ અને પ્રેસ ફોટોગ્રાફર ટીમ તથા એસ.એમ.સી પ્રેસ ક્લબ ટીમ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટીમ વચ્ચે મેચ યોજાઈ

સુરત-૧૧-૧૨-૨૦૧૯ 

સુરત શહેરના ચુંટાયેલા પ્રતિનિધિઓ, વહીવટી પાંખના અધિકારીઓ અને પત્રકારો વચ્ચે સામંજસ્ય. સહકારિતા અને સુમેળનો માહોલ સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંચ, વહીવટી પાંખ, સુરત શહેર પત્રકાર સંઘની ટીમ, એસ.એમ.સી પ્રેસ રિપોર્ટર ટીમ, રીજી યોનલ ચેનલ રિપોર્ટર ટીમ, સુરત પ્રેસ ફોટોગ્રાફર ટીમ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ સુરત શહેર કેમેરામેન ટીમ અને પ્રેસ ક્લબ ઓફ એસએમસી વચ્ચે મેયર્સ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં ૧૧ થી ૧૩ ડીસેમ્બર દરમિયાન બી.જે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ તથા ડી.આર.બી ક્રિકેટ ગ્રાઉન્ડ ભરથાણા ખાતે ક્રિકેટ મેચ યોજાનાર છે. જયારે આ પ્રસંગે ઉપસ્થિત મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ, ડેપ્યુટી મેયર નીરવ શાહ, સ્થાયી સમિતિ અધ્યક્ષ અનીલભાઈ ગોપલાણી, શાશકપક્ષ નેતા ગિરીજાશંકર મીશારા સહીત વિવિધ સમિતિના ચેરમેનો, મ્યુનીસીપલ સભ્યો સહિતનાઓ ની ઉપસ્થિતિમાં બી.જે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો.

જયારે આજના રોજ સવારે સાડા આઠ કલાકે બી.જે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ ખાતે મેયર ટીમ અને પ્રેસ ફોટોગ્રાફર ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સુરત પ્રેસ ફોટોગ્રાફરની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. અને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૫૬ રન કર્યા હતા. મેયર્સની ટીમે મેદાને આવીને હરીફ ટીમે આપેલા લક્ષ્યને ૯.૩ ઓવરમાં એક વિકેટે જ પાર પડ્યો હતો. અને મેયર્સ ટીમનો ૯ વિકેટે ભવ્ય વિજય થયો હતો.

જયારે આજે જ સવારે સાડા આઠ વાગ્યે ડી.આર.બી ક્રિકેટ ગ્રાઉન્ડ ભરથાણા ખાતે એસ.એમ.સી પ્રેસ ક્લબ ટીમ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. એસએમસી પ્રેસ ક્લબ ઇલેવને ટોસ જીતીને પ્રથમ દાવ લીધો હતો અને તેણે નિર્ધારીત 20 ઓવરમાં 97 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમા કેનિલ રાજે 54 બોલમાં 57 રન અને જયેશ બ્રહ્મભટ્ટએ ૧૪ બોલમાં નવ રન કર્યા હતા. જેમા 8 ચોગ્ગા માર્યા હતા. જવાબમાં નગર પ્રાથમિકની ટીમે 9.3 ઓવરમાં ટાર્ગેટ એચીવ કરીને જીત મેળવી હતી.

જયારે બપોર સાડા અગ્યાર વાગ્યે દરમિયાન બી.જે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પત્રકાર સંઘ ઈલેવન અને એસ.એમ.સી પ્રેસ રિપોર્ટર ટીમ વચ્ચે રમાઈ હતી. સુરત શહેર પત્રકાર સંઘ ઇલેવને ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૬રનનો તોતિંગ સ્કોર કર્યો હતો. જયારે એસ.એમ.સી પ્રેસ રિપોર્ટરની ટીમેં ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૮૭ રન કર્યા હતા. અને સુરત શહેર પત્રકાર સંઘ ઈલેવનનો ૯૯ રને વિજય થયો હતો.

જયારે આજે બપોરે સાડા અગિયાર વાગ્યે ડી.આર.બી ક્રિકેટ ગ્રાઉન્ડ ભરથાણા ખાતે ચેનલ કેમરામેન ટીમ વર્સીસ રીજીયોનલ ચેનલ ટીમ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતી બેટિંગમાં ઉતરેલ રીજીયોનલ ચેનલ ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૦ વિકેટે ૮૭ રન કર્યા હતા. જેની સામે મેદાને ઉતરેલ ચેનલ કેમેરામેનની ટીમે ૧૦ ઓવરમાં જ ૪ વિકેટે લક્ષ્યાંક સર કરતા તેઓનો ૬ વિકેટે વિજય થયો હતો.          

:::::મેયર્સ કપ ટી-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૧૯માં યોજાનાર મેચ:::::

આવતીકાલે ડી.આર.બી ક્રિકેટ ગ્રાઉન્ડ ભરથાણા ખાતે ચેનલ કેમેરા મેન ટીમ અને કમિશ્નર ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. જયારે બી.જે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ ખાતે સેમી ફાઈનલ મેચ મેયર્સ ટીમ અને સુરત શહેર પત્રકાર પંચ ટીમ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ અને ડી.આર.બી ક્રિકેટ ગ્રાઉન્ડ પર જીતનાર ટીમ વચ્ચે યોજાશે. જે બાદ ૧૩ ડીસેમ્બરના રોજ બી.જે પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમનાર ટીમો માંથી જીતનાર બંને ટીમો ફાઈનલ મેચમાં ભાગ લેશે.