Page Views: 14997

સાસુ-સસરા સામે વહુએ કરેલી ફરિયાદમાં કોર્ટે નિર્દોષ છોડ્યા

સાસુ-સસરા તર્ફે એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષી દ્વારા દલીલ કરવામાં આવી હતી

સુરત-09-12-2019

વેસુ ખાતે રહેતી સંજના સોનીના લગ્ન સુરેશ સોની સાથે વર્ષ ૨૦૦૯માં થયા હતા. જેમને સંતાનોમાં એક પુત્ર છે. જયારે સંજના સોનીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ બીજી ઓગસ્ટ ૨૦૧૩ના રોજ પતિના ઘરે રહેવા ગયા હતા. ત્યારે તેણીના સાસુ-સસરાએ સંજનાને ગંદી ગાલ-ગલોચ કરીને ઢીક્કા-મુક્કીનો માર માર્યો અને ઘરમાં ઘુસીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને સસરાએ ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકી હતી. એ ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં સાસુ-સસરા વિરુદ્ધ આપી હતી.

જે ફરિયાદ આપ્યા બાદ કોર્ટમાં ચાર્જશીટ થઇ અને કેસ ચાલવા દરમિયાન સાસુ-સસરાએ પોતાના બચાવ માટે એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષીને રોક્યા હતા. જે બાદ પ્રીતિ જોષીએ સંજના અને પંચોની ઉલટ તપાસ કરતા તમામ વિગતો સામે આવી હતી. જેમાં સંજના સાસરે ગઈ હોય અને આજુબાજુવાલાએ  બનાવ બનતા જોયો હોય તે બાબતને સંજનાએ તપાસી ન હતી. જયારે સંજનાના માતા-પિતાની  જુબાની દરમિયાન સંજનાને હરેશ સોલંકી થકી સંતાન છે. તે વાત સામે આવી હતી. જયારે મારમાર્યા બાદની સારવારની કોઈ બાબત રેકોર્ડ પર આવી ન હતી. જયારે સંજનાને મારી નાખવાની ધમકી આપી હોય તેવી કોઈ બાબતે કોર્ટને જણાઈ ન હતી. તે સહિતના મુદ્દાઓ જોઇને આ બનાવ અંગે તટસ્થ તપાસ થઇ હોવા અંગે શંકા ઉપસ્થિત થયો હતો.

જે અંગે સંજના પોતાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી કોર્ટે સાસુ-સસરાને શંકાનો લાભ આપીને નિદોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. સાસુ-સસરા તર્ફે એડવોકેટ પ્રીતિ જીજ્ઞેશ જોષી દ્વારા દલીલ કરવામાં આવી હતી.