Page Views: 6543

આવતીકાલે સબરીમાલા-રફેલ વિમાનને ચોકીદાર ચોરના નિવેદન પર સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરના રોજ થશે નિવૃત : આવતીકાલે આ ચુકાદાઓ પર સૌની નજર

નવીદિલ્હી-13-11-2019

અયોધ્યાના ઐતિહાસિક મામલે ચુકાદો આપ્યા બાદ સુપ્રીમ કોર્ટ એકવાર ફરી અગત્યના મોટા ચુકાદા આપશે. સુપ્રીમ કોર્ટ આવતીકાલના રોજ સબરીમાલા વિવાદ અન રાફેલ વિમાન ડીલ પર ચુકાદો સંભળાવશે. ચીફ જસ્ટિસ ગોગોઇની ખંડપીઠ કાલે ચુકાદો સંભળાવશે. આ બે મોટા ચુકાદા સિવાય સુપ્રીમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તિરસ્કારના કેસ મામલે પર પણ સુનાવણી કરશે.

:::::: સબરીમાલા ચુકાદા પર પુનર્વિચારની અરજી દાખલ કરાઈ હતી ::::::

કેરળનું પ્રસિદ્ઘ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિવાદ છેલ્લા દ્યણા સમયથી ચાલી રહ્યો છે. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો આપતાં ૧૦થી  ૫૦ વર્ષની મહિલાઓના મંદિરમાં પ્રવેશ પરના પ્રતિબંધને હટાવી દીધો હતો. સુપ્રીમના ચુકાદાને વિરોધ પ્રદર્શન થયું હતું અને ત્યાર બાદ આ ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરાઇ હતી. આમ હવે આ પુનર્વિચાર અરજી પર ચુકાદો આપશે.

:::::: રફેલ વિમાન અંગે સરકાર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ :::::

લોકસભા ચૂંટણીની સભાઓમાં રાફેલનો મુદ્દો બહુ ચગ્યો હતો. ફ્રાંસ સાથે રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયાને લઇને બે જનહિત અરજી દાખલ કરાઇ હતી. જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ સિવય રાફેલ વિમાનની કિંમત, કોન્ટ્રાકટ, કંપનની ભૂમિકા પર સવાલ ઉભો થયો હતો. જોકે સુપ્રીમ કોર્ટે રાફેલના મામલે કોઇ દખલ કરી શકે નહીં, આ સાથે ખરીદ પ્રક્રિયાને લઇને કોઇ સવાલ ઉભો કરવામાં આવ્યો નહોતો. જેને લઇને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સરકાર પર સુપ્રીમ કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.

:::::: ચોકીદાર ચોર છેના નિવેદન પર પણ ચુકાદો અપાશે ::::::

સુપ્રીમ કોર્ટ આવતીકાલના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુધ્ધની અરજી પર પણ ચુકાદો સંભળાવશે. આ અરજી ભાજપની નેતા મીનાક્ષી લેખી દ્વારા દાખલ કરી હતી. જેમાં આરોપ હતો કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે માન્યુ છે કે ચોકીદાર ચોર છે. ત્યાર બાદ મીનાક્ષી લેખીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટેના નિવેદનને રાજકારણ સાથે જોડી દીધો છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ૧૭ નવેમ્બરના રોજ નિવૃત્ થઇ રહ્યાં છે. તેના પહેલા તેમની ખંડપીઠની સામે દ્યણા મોટા નિર્ણયો બાકી છે, જેના પર ચુકાદો આવવાની શકયતા છે. જેમાં અયોધ્યા કેસ મામલે ચુકાદો આવી ગયો હવે રાફેલ-સબરીમાલા વિવાદ પર આવતીકાલનો રોજ ચુકાદો આવશે.