Page Views: 14335

૨૦૦૦ની નોટોની સંગ્રહખોરી રોકવા ચલણી નોટોને બંધ કરો : આર્થિક મામલાના પૂર્વ સચિવની સલાહ

ભારતમાં હજુ પણ ૮૫ ટકાની ચુકવણી રોકડમાં : ડીઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન જરૂરી

નવી દિલ્હી-08-11-2019

કાળાનાણાં પર લગામ લગાવા માટે સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ની નોટબંધીનું એલાન કર્યું હતું તે સમયે ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ કરી દેવામાં આવી છે. તેમાં બદલે ૫૦૦ની નવી નોટ જાહેર કરી હતી. સરકારે ૧૦૦૦ ની નોટ સંપૂર્ણ રીતે હટાવી લીધી અને પ્રથમ વાર ૨૦૦૦ની નોટ બહાર પાડી હતી. જે નોટબંધીના ત્રણ વર્ષ પૂરા થવા પર આર્થિક મામલાના પૂર્વ સચિવ સુભાષચંદ્ર ગર્ગે કહ્યું હતું કે ૨૦૦૦ની નોટોનો મોટો ભાગ નાણાકીય વ્યવહારમાં સર્કયુલેશનમાં નથી તેની જમાખોરી થઇ રહી છે. તેને બંધ કરવું પડશે. ગર્ગના જણાવ્યા મુજબ સિસ્ટમમાં ઘણી બીજી અનેક નોટ રહેલી છે. ૨૦૦૦ની નોટ બંધ કરવાથી અન્ય કોઇ પરેશાની રહેશે નહીં.

વધુમાં પૂર્વ સચિવે કહ્યું હતું કે વિશ્વભરમાં ડિજીટલ પેમેન્ટ ચલણ વધી રહ્યું છે. ભારતમાં પણ એવું થઇ રહ્યું છે. જો કે તેની ઝડપ ધીમી છે. અહિયા ૮૫ ટકાની ચુકવણી રોકડમાં થઇ રહી છે. ગર્ગે સલાહ આપી કે મોટા રોકડની લેણ-દેણ પર ટેક્ષ લગાવા, ડિજીટલ પેમેન્ટને વધુ સરળ બનાવા જેવા પગલાની દેશને કેશલેશ બનાવામાં મદદ મળશે. સુત્રોના જણાવ્યા મુજબ ગર્ગે સરકારને દરેક સરકારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ખત્મ કરવાની સાથે જ પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન આપવા અને આરબીઆઇની જગ્યાએ તેમાં ખર્ચાને પોતાની જાતે જ મેનેજ કરવાની પણ સલાહ આપી છે. સાથે જ બજેટ બાદ ઉધારી લેવાને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.