Page Views: 4174

અસામાજિક તત્વોનો ત્રાસ દુર કરવાની માંગ સાથે લસકાણા વિવિંગ સોસાયટીનું પોલીસ કમિશ્નરને આવેદન

કારીગરો કામે આવવા રાજી પરંતુ અસામાજિક તત્વો રોકી રહ્યા છે : વિવર્સો

સુરત-08-11-2019

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ કાપડ વણાટના કારખાનામાં કામ કરતા કારીગરોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉશ્કેરીને બંધ કરીને હડતાલ પાડવામાં આવી હતી. જે બાબતે આજે ફોગવાની આગેવાનીમાં વિવર્સોએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

સુરત કાપડ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર શહેરોમાનું  એક છે. જયારે દિવાળીના વેકેશન બાદ સામાન્યરીતે  લાભપાંચમ થી જ સુરતના મોટાભાગના વિવિંગ એકમો ખુલી ગયા છે. જેમાં સુરતના લસકાણા ખાતે આવેલ ૧૪ જેટલી સોસાયટીના વિવીગ એકમોના માલિકોએ પોતાના ધંધાનું મુહુર્ત કરી એકમો શરુ કરી દીધા હતા. જયારે કેટલાક અસમાજિક તત્વોને વાત ખટકતી હોવાથી તેઓએ કારીગરોમાં અન્ય વાતો વહેતી કરીને ઉશ્કેરયા હતા. જેની વાતોમાં આવીને લગભગ ૭૦૦થી વધુ એકમોના કારીગરો એક ઝાટકે હડતાલ પર ઉતારી ગયા હતા. જેમાં તેઓએ પગાર વધારાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જયારે અંગે તમામ સોસાયટીના પ્રમુખો અને સભ્યો સાથે કારીગરોની મીટીંગ થઇ હતી. જેમાં કારીગરો પોતાના કામે આવવા તૈયાર છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા તેમને રોકવામાં આવતા હોવાથી આજે પણ એકમો સંપૂર્ણ રીતે કાર્યરત થયા ન હતા. જેથી આજે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયા, તેમજ ૧૩ સોસાયટીઓના પ્રમુખોએ પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટને મળીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

જયારે વેપારીઓએ આ અંગે જણાવ્યું હતું કે અસામાજિક તત્વોને કારણે કામે આવવા માંગતા કારીગરો પણ કામે આવી શકતા નથી. જેથી ઉધોગ બંધ રહેવાથી નુકશાન થઇ રહ્યું છે. આ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.