Page Views: 9207

ટ્રાફિકના નિયમો તોડી ૪૮ કલાકમાં સુરતવાસીઓએ અધધ ૨૯ લાખનો દંડ ભર્યો

ટ્રાફિક પોલીસ અને આરટીઓને દંડ આપી સુરતના લોકોએ રેકોર્ડ બનાવ્યો

સુરત-08-11-2019

નવા ટ્રાફિક નિયમનો સુરતમાં કડક અમલીકરણ શરુ થઇ ગયું છે. અને લોકોને પણ પોલીસ અને આરટીઓ દ્વારા કડક કાર્યવાહી હેઠળ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જયારે લોકોએ પણ રાજીખુશીથી મોટી રકમ ભરી રહ્યા છે. જયારે સુરતના લોકોએ અધધ કહી શકાય તેટલો દંડ માત્ર એક દિવસમાં ભરી દીધો છે. લોકોએ માત્ર ૪૮ કલાકમાં ૨૯ લાખ જેટલો દંડ ભર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે સાથે સુરતના લોકોએ દંડ ભરવા અંગે રાજ્યમાં અગ્રેસર રહીને રેકોર્ડ બનાવી નાખ્યો છે.

નવા ટ્રાફિક નિયમના અમલીકરણ પછીથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કડક અમલ શરુ કરી દેવાયો છે. જયારે મોટી સખ્યામાં લોકો દ્વારા પણ લાઈસન્સ, પી.યુ.સી, હેલ્મેટ તેમજ ઇન્સ્યોરન્સ જેવી તમામ જરૂરી વસ્તુઓ વસાવી દેવામાં આવી છે. જોકે તેમ છતાં પણ રાજ્યભરમાં સુરતના લોકોએ ટ્રાફિક પોલીસને મોટી રકમનો દંડ આપવામાં રેકોર્ડ સર્જીયો છે. છેલ્લા ૪૮ કલાકમાં સુરતીઓએ ટ્રાફિક નિયમ તોડવા અધધ કહી શકાય તેટલો ૨૯ લાખનો સમાધાન પેટે દંડ ભરીયો છે. જયારે આમા ટ્રાફિક પોલીસને આપવામાં આવેલ દંડની જ સમાવેશ થાય છે. જયારે અન્ય કોર્ટ અને આરટીઓ દંડની રકમ બાકી રહી જાય છે. જે સાથે જ સુરતના લોકોએ ટ્રાફિક પોલીસ અને આરટીઓની પેટીમાં દંડ પેટે મોટી રકમ ઠાલવી છે.