Page Views: 4129

છેલ્લા ત્રણ મહિનાથી ભાડું ન ચૂકવાતું હોવાની રાવ સાથે ગોટાલાવાડી ટેનામેન્ટના રહીશોનો મોરચો

પાલિકાની ઢીલી નીતિથી રહીશોની હાલત કફોડી : રોષે ભરાયેલા રહીશોએ ઉગ્ર રજૂઆત કરી

સુરત-08-11-2019

રીડેવલપમેન્ટ હેઠળ ગોટાલાવાડી ટેનામેન્ટને તોડી પાડ્યા બાદ ત્યાના રહેતા રહીશોને નક્કી કર્યા મુજબ શરૂઆતમાં ભાડાની જરૂરી રકમ આપવામાં આવતી હતી. જે હવે છેલ્લા ત્રણ માસથી ન આપવામાં આવતા હાલ રહીશો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જયારે પાલિકાની આ ઢીલી નીતીને લઈને આજે રહીશોએ ભેગા મળીને આજે પાલિકાની કચેરી બહાર મોરચો માંડ્યો હતો.

સુરત મહાનગરપાલિકા દ્વારા ગોટાલાવાડી ટેનામેન્ટને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ તોડી પાડવામાં આવ્યો છે. જે એ, બી, સી, ડી તમામ ટેનામેન્ટમાં રહેતા રહીશોને દર મહીને ભાડું ચુકવવાની શરતે ટેનામેન્ટ ખાલી કરાવવામાં આવ્યા હતા. જે શરૂઆતમાં આ ભાડું સમયસર ચૂકવ્યા બાદ છેલ્લા કેટલાક મહિનાઓથી પાલિકા દ્વારા ભાડા ચુકવવા અંગે ઢીલીનીતિ શરુ કરવામાં આવી છે. જેને કારણે ટેનામેન્ટના તમામ પરિવારો હાલ કફોડી સ્થિતિમાં મુકાયા છે. જયારે છેલ્લા ત્રણેક માસથી આમ જ ચાલતું હોવાથી રોષે ભરાયેલા રહીશો આજે મુગલીસરા ખાતે આવેલ પાલિકાની મુખ્યકચેરી પર મોરચો માંડ્યો હતો. જયારે કચેરી પર મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો રજૂઆત કરવા માટે પહોચી ગયા હતા. જ્યાં તેમણે આવેદનપત્ર આપી પોતાની સમસ્યાઓ અંગેની રજૂઆત કરી હતી.