Page Views: 8138

૯મી એ રાષ્ટ્રીય કાનૂની દિવસ નિમિતે લેડી એડવોકેટ કમિટી દ્વારા વિનામુલ્યે કાનૂની કેમ્પ યોજાશે

ની:શુલ્ક કાનૂની સહાયતા મળે તે માટે સર્વોચ્ચ ન્યાયાલયે આ દિવસની ઉજવણી શરુ કરી હતી

સુરત-07-11-2019

આગામી તારીખ ૯મી નવેમ્બરને રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે ભારતમાં દરેક કાયદાની કોર્ટમાં ઉજવવામાં આવે છે. જેનો ઉદ્દેશ ભારતના દરેક નાગરિકોને કાનૂની સહાયતા સુનિશ્ચિત કરી સમાજના કમજોર વર્ગને ની:શુલ્ક તથા કુશળ કાનૂની સહાયતા ઉપલબ્ધ કરાવવાનું છે.

આ ૯મી નવેમ્બરના દીવાની શરૂઆત ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે વર્ષ ૧૯૯૫માં કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ, દિવ્યંગો, અનુસુચિત જતી-જનજાતિ, કુદરતી હોનારતની શિકાર થયેલ વર્ગ કે વ્યક્તિ-મજુર અને બાળકને ની:શુલ્ક કાનૂની સહાયતા મળી રહે તે હેતુ છે. આ નવ નવેમ્બરના દિવસે વિવિધ જીલ્લા તથા રાજ્યની કોર્ટોમાં, વડીલો દ્વારા અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે.

જેથી સુરત ડીસ્ટ્રીકટ લેડી એડવોકેટ કમિટીના કન્વીનર શ્રીમતી પ્રીતિ જિજ્ઞેશ જોષી તથા અન્ય સભ્ય વકીલો દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસે કાયદાના સંઘર્ષમાં આવેલા તમામ નાગરિકોને વિના મુલ્યે કાનૂની માર્ગદર્ષન અને સહાય પૂરી પાડશે. જેથી તારીખ ૯મી નવેમ્બર ૨૦૧૯ના રોજ ટીમલીયાવાડ, એલઆઈસી ક્વાર્ટસ સામે, કેશવકૃતિ એપાર્ટમેન્ટ ખાતે “વિનામુલ્યે કાનૂની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તમામ રસ ધરાવતા નાગરિકો મુલાકાત લઇ શકે છે.