Page Views: 9759

પ્રાર્થના સંઘમાં યોજાઈ રંગોળી સ્પર્ધા અને પ્રદર્શન

સ્પર્ધામાં ક્રીના સોપારીવાલા અને મોસમ દલાલે બનાવેલી ‘રાધા કૃષ્ણ’ની મધુબની રંગોળી પ્રથમ ક્રમે રહી

સુરત-7-11-2019

 દીપોત્સવી ઉત્સવ દરમિયાન પ્રાર્થના સંઘ-ભદ્ર આશ્રમમાં વિરમતીબેનફકીરચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેને પ્રદર્શન રૂપે મોટી સંખ્યામાં ભાવકોએ માણી હતી. આ સ્પર્ધામાં ક્રીના સોપારીવાલા અને મોસમ દલાલે બનાવેલી ‘રાધા કૃષ્ણ’ની મધુબની રંગોળી પ્રથમ ક્રમે,કૃતિક પટેલની ‘પ્લાસ્ટિક નેનકારો’ તથા રુચિતા કનેરિયાની પારંપરિક પોલકા-ડોટ વાળી રંગોળી સહિયારા બીજા ક્રમે વિજેતા બની હતી. જયારે ત્રીજા ક્રમે ત્રણ વિજેતાઓખ્યાતીકંથારિયાએસુષ્મા સ્વરાજ,ઉન્નતીજરીવાલાનીપોલી આર્ટ રંગોળી ‘ડાયમંડ મેન’ અને નકશીકાતમાકુવાળાનીરાધાકૃષ્ણની રંગોળી ઇનામપાત્ર બની હતી. તે ઉપરાંત પાંચ પ્રોત્સાહન ઇનામોઅપાયા હતાં. જે સ્મિતાજાધવની ‘ઝરુખો’, હર્ષ જરીવાલાની ‘ગરીબી’, ભાવનાબેન પટેલ ‘પાણી બચાવો’ અને ખુશી રઝીયાની ‘કુદરતી દ્રશ્ય’ને તથા તનીષાકાંગરીવાલાની ‘ગણપતિ’ને ફાળે ગયાં હતાં. તે ઉપરાંત પ્રદર્શન માટે વિજય કંથારિયાએ ‘કપિલદેવ’, સોમનાથ પારેખ ‘દીપાવલીની રાત્રી’ અને નિક્કીધારિયાની ‘ગણેશજી’કૃતિઓ ખાસ તૈયાર કરાઈ હતી. એક વિશેષ સમારોહમાંવિજેતાઓનેઇનામોઅપાશે.